માર્ચ, ૨૦૨૨ સુધી કોલસાની કોઇ અછત સર્જાશે નહીં: કોલ ઇન્ડિયા
નવીદિલ્હી, માર્ચ ૨૦૨૨ સુધીમાં કોલસાની અછત સર્જાય તેવી કોઇ શક્યતા લાગતી નથી તેમ કોલ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. કોલ ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે તે કોલસાનું ઉત્પૈાદન વધારીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કોલસાનો સ્ટોક વધારીને ૭ કરોડ ટોન કરી નાખશે.
કોલ ઇન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે અમે કોલસાનું ઉત્પાદન વધારી દીધું હોવાથી માર્ચ ૨૦૨૨ સુધીમાં દેશમાં કોલસાની અછત સર્જાય તેવી કોઇ શક્યતા લાગતી નથી.
ઉલ્લેખનીય છે કે મહારત્નનો દરજ્જાે મેળવેલ સરકારી કંપની કોલ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૧૨.૫૮૩ કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યુ હતું. ગયા વર્ષના સમાન ગાળામાં ૧૧.૪૯૮ કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ રાજમહલ માઇન ઓફ ઇસ્ટર્ન કોલફીલ્ડની જમીન માટે ઝારખંડ સરકાર સાથે ચાલી રહેલો વિવાદ ટૂંક સમયમાં જ ઉકેલી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને જુલાઇમાં જણાવ્યું હતું કે કોલ ઇન્ડિયા માઇનિંગ માટે આપવામાં આવેલ જમીનના બદલામાં તાત્કાલિક ૫૬,૦૦૦ કરોડ રૃપિયા ચૂકવે.HS