Western Times News

Gujarati News

માર્ચ ૨૦૨૨ સુધી કોવિડથી પહેલા જેવી અર્થવ્યવસ્થા થઇ જશે: નીતી આયોગ

નવીદિલ્હી, દેશની અર્થવ્યવસ્થાના હિસાબથી સારા અહેવાલો છે. નીતી આયોદે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત એટલે કે માર્ચ ૨૦૨૨ સુધી દેશની આર્થિક વૃધ્ધિ દર કોવિડ ૧૯ મહામારી પહેલાના સ્તર પર પહોંચી જવાની સંભાવના છે.
નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે આર્થિક વૃધ્ધિને લઇ એ આશા ચાલુ નાણાંકીય વર્ષમાં સકુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)ની સંકુચન દર આઠ ટકાથી ઓછી રહેવાની સંભાવનાને કારણે જાગી છે.ભારતીય રિઝર્વ બેંક આરબીઆઇએ પણ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સંશોધિત પૂર્વાનુમાનમાં આર્થિક વૃધ્ધિ દરના માઇનસ ૭.૫ ટકા રહેવાની સંભાવના વ્યકત કરી છે જયારે પહેલા તેના માઇનસ ૯.૫ ટકા રહેવાનું પુર્વાનુમાન વ્યકત કરવામાં આવ્યું હતું.

ભારતીય અર્થવ્યવસ્થા સપ્ટેમ્બરના ત્રિમાસીકમાં લગાવવામાં આવેલ અનુમાનની સરખામણીમાં તેજીથી રિકવરી કરી રહી છે તેનું એક કારણ વિનિર્માણના ક્ષેત્રમાં ઉછાળ આવવાનું છે જે જીડીપીને ૭.૫ ટકાના ઓછા સલિકુડન વાળા સ્તર પર પહોંચવામાં મદદ કરી રહ્યું છે અને આગળ સારા ગ્રાહકોની માંગ માટે આશા પેદા કરી રહ્યું છે.

સંપત્તિ મુદ્રીકરણને લઇ પુછવામાં આવેલા સવાલના જવાબમાં રાજીવ કુમારે કહ્યું કે આ જારી પ્રક્રિયા છે અને તેમાં ઉચ્ચ સ્તર પર ખુબ સારૂ આકર્ષણ હાંસલ કર્યું છે તેમણે ભાર પૂર્વક કહ્યું કે અમને લાગે છે કે તેને આગળ વધારતા રહીશું અને એ વાતને સુનિશ્ચિત કરીશું કે સંપત્તિ મુદ્રીકરણનું લક્ષ્ય હાંસલ થઇ જાય. એ યાદ રહે કે સરકાર ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા ૨.૧૦ લાખ કરોૅડ રૂપિયાની રકમ એકત્રિત કરવા માંગે છે તેમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપનીઓ સીપીએસઇ પણ સામેલ છે જેની ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની ભાગીદારી વેચવામાં આવશે આ ઉપરાંત નાણાંકીય સંસ્થાનોમાં સરકારની ભાગીદારીના વેચાણથી ૯૦ હજાર કરોડ એકત્રિત કરવામાં આવશે.

નીતી આયોગના ઉપાધ્યક્ષે ભારતીય કૃષિ ક્ષેત્રને લઇને નીતી આયોગ હવે રસાયન મુકત પ્રાકૃતિક ખેતીથી જાેડાયેલ કાર્યક્રમોને મજબુતીથી આગળ વધારશે જે કૃષિ ઉત્પાદનના ખર્ચને નાટકીય રીતે ઓછું કરવાની ક્ષમતા રાખે છે અને પર્યાવરણ પર પણ પ્રાકૃતિક પ્રભાવ નાખે છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીને પુરા દેશમાં ફેલાવવાથી ભારતીય કૃષિ ક્ષેત્ર વધુ પ્રતિસ્પર્ધાત્મક બનશે અને આ કિસાનોની આવક પર પણ મહત્વપૂર્ણ સકારાત્મક પ્રભાવ નાખવાનું વચન કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.