Western Times News

Gujarati News

માર્બલથી ભરેલી ટ્રક કાર પર પલટી જતાં ૬ યુવકોનાં મોત

ફતેહાબાદ, રાજસ્થાનના નાગૌરમાં માર્બલથી ભરેલો એક ટ્રક કાર પર પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દુર્ઘટનામાં કારમાં સવાર ૬ લોકોનાં કરૂણ મોત થયા છે. કારમાં સવાર તમામ લોકો હરિયાણાના રહેવાસી હતા. પોલીસને તમામની લાશોને કબજામાં લઈ હાૅસ્પિટલમાં શબ ગૃહમાં રાખી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, મરનારાઓમાં બે સગા ભાઈ પણ છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના ગૌવંશને બચાવવાને લઈને થઈ. આ દરમિયાન ટ્રક કાર તરફ આવી ગઈ અને કારથી ટકરાઈ ગઈ. ટક્કર થતાં જ ચાલકે કાર રસ્તાથી ઉતારી જ્યાં માટી ભીની હતી અને કાર ફસાઈ ગઇ. બેલેન્સ ગુમાવતાં ટ્રેલર પણ કાર પર પલટી ગયું.

દુર્ઘટનામાં કારમાં સવાર મહેન્દ્ર છીંપા, વિનોદ સુરજારામ, રાજવીર હનુમાનરામ ખટીક તથા રાધેશ્યામ મનોજ સહિત બે અન્ય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. તમામ મૃતકોની ઉંમર ૩૫થી ૪૦ વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ કારમાં સવાર તમામ લોકો પોતાના ગામ કિડદાનથી જોધપુર તરફ જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, તમામ યુવક હરિયાણાથી બુધવાર બપોરે ૧૨ વાગ્યે જોધપુર ફરવા જવાનું કહીને રવાના થયા હતા. તેમાંથી પાંચ યુવક ફતેહાબાદ જિલ્લાના તો એક હિસારનો રહેવાસી છે. બીજી તરફ દુર્ઘટનાગ્રસ્ત ટ્રકમાં લગભગ ૩૫ ટનથી વધુ વજનના માર્બલ અને ટાઇલ્સ ભરેલા હતા. વજન એટલું હતું કે કારના પીચકાઈ ગઈ. કારમાંથી લાશોને કાઢવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મૃતકોની લાશોને કારમાંથી બહાર કાઢવા માટે જેસીબી બોલાવવું પડ્યું. કાર સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મૃતકોની લાશોને કબજામાં લઈ હાૅસ્પિટલના શબ ગૃહમાં રાખી છે અને તેમના પરિજનોને જાણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.