માર્બલની ઓફિસમાં જુગાર રમતા ૧૨ જણાં ઝડપાયા, 3.68લાખનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા બાર (૧૨) ઈસમો પાસેથી રોકડ રૂપિયા ૩,૦૨,૨૦૦ તેમજ જુગાર સાહિત્ય સાથે કુલ રૂપિયા ૩,૬૮,૭૦૦રૂપિયાનો મુદ્દામાલ એલસીબી બનાસકાંઠાએ ઝડપી પાડ્યો હતો.
પાલનપુર તાલુકા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી કે આબુ રોડ હાઈવે જય ભવાની માર્બલ અને ગ્રેનાઈટની ઓફિસમાં કેટલા ઈસમો તીનપત્તીનો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે જગ્યાએ રેઈડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમતા હોય જેઓને જે-તે સ્થિતિમાં પકડી પાડ્યા હતા.
જેમાં દિનેશભાઈ પુનમાજી પઢીયાર (રહે. મ.નં.૧૫૮, સત્યમ સિટી, નવા આરટીઓની સામે, પાલનપુર), ભાવેશભાઈ જયંતીલાલ જાેષી (રહે.બનાસ મસાલા ફેક્ટરીની બાજુમાં, આકેસણ રોડ, પાલનપુર), રોહીતભાઈ ઉર્ફે રાજુ ગોવિંદભાઈ ઠક્કર (રહે.સાકાર સોસાયટી, સન ઓફ ઈન્ડિયા હોટલની પાછળ, અમદાવાદ હાઈ-વે, પાલનપુર),
ભરતભાઈ જયંતીભાઈ પ્રજાપતિ (રહે.જુના લક્ષ્મીપુરા, ઉમિયાનગર, પાલનપુર), મનોજભાઈ જશવંતભા સિંધી (રહે.કોટવાળી શેરી, દિલ્હી ગેટ, પાલનપુર), કલ્પેશભાઈ કનુભાઈ મોદી (રહે. મ.નં.એફ-૨૦૪, સ્કગાય લેન્ડ રેસીડેન્સી રાજ રેસીડેન્સી પાસે હનુમાન ટેક્રી, પાલનપુર), આશિષભાઈ દેવચંદભાઈ પરમાર (રહે.બિલેશ્વર સોસાયટી, જગાણા, તા.પાલનપુર),
જીતેન્દ્રભાઈ સોનાજી આણેચા-ઠાકોર (રહે.વાઘરોલ, તા.દાંતીવાડા), દિનેશભાઈ ચેલાભાઈ દેસાઈ (રહે.દેવર્ષી હિલ સોસાયટી, ડી-માર્ટની પાછળ, પાલનપુર), વિનોદભાઈ પ્રતાપભાઈ રાઠોડ (રહે.લાલ બંગલા, મહિલા મંડળ મહેશ્વરી હોલની સામે, પાલનપુર), સુનિલભાઈ બળદેવભાઈ સોની (રહે.અક્ષતમ-૧, આકેશણ રોડ, પાલનપુર),
દિનેશભાઈ પ્રતાપચંદ પંચાલ (રહે.મ.નં.૬૧, શ્યામ વિહાર, ગ્રીન એગોલા રોડ, પાલનપુર) ભેગા મળી પાલનપુર-આબુ રોડ, હાઈવે ઉપર આવેલ વરમોરા ટાઈલ્સની બાજુમાં આવેલ આરોપી નં.-૧ના કબજા ભોગવટાની જય ભવાની માર્બલ એન્ડ ગ્રેનાઈટ એન્ડ ગ્રેનાઈટ નામની ફેક્ટરીની ઓફિસમાં ગંજી-પાના વડે તીન-પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડતા
ગંજી-પાના નંગ-૫૨ તથા નીચેના ભાગે પાથરેલ એક ચાદર તથા ગંજી-પાનાનાં સેટ નંગ-૫, કુલ કિં.રૂા.૩,૦૨,૨૦૦ તથા મોબાઈલ નંગ-૧૦ કિંમત રૂા.૬૬,૫૦૦ મળી કુલ કિં.રૂા.૩,૬૮,૭૦૦નો મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુદ્ધ જુગાર ધારા મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરી છે.