માલગાડીના બે ભાગ, ૨૮ ડબ્બા એન્જિન વગર દોડ્યા

કાનપુર, યુપીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. બાંદાથી કાનપુર જતી માલગાડી અચાનક જ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે મંગળવારે બપોરે બાર વાગ્યે માલગાડી બાંદાથી કાનપુર જઈ રહી હતી ત્યારે અચાનક જ બે ડબ્બા વચ્ચેના કપલિંગ ખુલી ગયા હતા. જેના પગલે ટ્રેન બે હિસ્સામાં વહેંચાઈ ગઈ હતી.
લગભગ બે ડઝન ડબ્બા ટ્રેન સાથે આગળ નિકળી ગયા હતા અને બાકીના ૨૮ ડબ્બા એન્જિન વગર થોડા સમય માટે ટ્રેક પર દોડતા રહ્યા હતા.
રેલવે ટ્રેકના કિનારા પર આવેલા ખેતરોમાં કામ કરતા ખેડૂતો પણ આ દ્રશ્ય જાેઈને ચોંકી ઉઠાયા હતા. જાેકે માલગાડીના ચાલકને જાણકારી મળતા તેણે ટ્રેન રીવર્સમાં લીધી હતા અ્ને ડબ્બાને ફરી જાેડયા હતા.
જાેકે આ ઘટનાની તપાસ માટે રેલવે દ્વારા હવે એક કમિટિ બનાવવામાં આવી છે. કારણકે આ દુર્ઘટનાના પગલે દોઢ કલાક સુધી સેંકડો ટ્રેનો અટકી ગઈ હતી.SSS