માલદા બેઠકના ભાજપના ઉમેદવાર પર ગોળીબાર
કોલકતા: પશ્ચિમ બંગાળના માલદામાં ભાજપ ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો છે. માલદા બેઠકના ભાજપ ઉમેદવાર ગોપાલ ચંદ્ર સાહા ગઇકાલે રાતે ચુંટણી પ્રચાર કરી પાછા ફરી રહ્યાં હતાં તે દરમિયાન કેટલાક અજાણ્યા અપરાધીઓએ તેમના પર આડેઘડ ગોળીબાર કર્યો હતો આ ઘટનામાં ગોપાલ ચંદ્ર સાહાને ગંભીર ઇજા થઇ છે. તેમના ગળામાં ગોળી વાગી છે તેમને માલદા મેડિકલ કોલેજાં દાખલ કરાવવામાં આવ્યા છે તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ભાજપે આ ઘટના પાછળ ટીએમસીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગોપાલચંદ્ર સાહા ચુંટણી પ્રચાર પુરો કરી પોતાના કાર્યાલય ખાતે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ઘટનાથી માલદા વિધાનસભા વિસ્તારમાં તનાવ ઉભો થયો છે.અહીં ૨૯ એપ્રિલે ચુંટણી થનાર છે. ઘટના બાદ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં જાે કે હજુ સુધી આ સંબંધમાં કોઇ પર કેસ દાખલ કરવામાં આવ્યો નથી
એ યાદ રહે કે ૨૦૧૬ વિધાનસભા ચુંટણીમાં માલદા જીલ્લાની ૧૨ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર ડાબેરી અને કોંગ્રેસને જીત મળી હતી ટીએમસીને અહીં નિરાશા હાથ લાગી હતી સત્તારૂઢના નેતા આ વખતે સતત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે જયારે ભાજપે પણ અહીં પોતાની પુરી તાકાત લગાવી છે.