માલદીવ્સથી આવીને તૈમૂર-જહાંગીરે રક્ષાબંધન ઉજવી
મુંબઈ, સૈફ અલી ખાન અને પત્ની કરીના કપૂર બંને દીકરાઓ સાથે રજાઓ ગાળવા માટે માલદીવ્સ ગયા હતા. આશરે દસેક દિવસ જેટલો સમય માલદીવ્સમાં વિતાવીને તેઓ મુંબઈ પરત આવ્યા હતા. રક્ષાબંધનની સાંજે પરત આવ્યા પછી સૈફે બહેન સોહા પાસે રાખડી બંધાવી હતી. સૈફના બંને દીકરાઓ તૈમૂર અને જહાંગીરને સોહાની દીકરી ઈનાયાએ રાખડી બાંધી હતી. દર વર્ષે ઈનાયા અને તૈમૂરની રક્ષાબંધન સેલિબ્રેટ કરતી તસવીરો સામે આવતી રહે છે. ત્યારે જહાંગીર આ વર્ષે જ જન્મ્યો છે ત્યારે તેણે પહેલી રક્ષાબંધન ઉજવી હતી.
સોહા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જેહ ઉર્ફે જહાંગીરની પહેલી રક્ષાબંધનની તસવીર શેર કરી છે. તસવીરમાં જાેઈ શકો છો કે સોહા-કુણાલ ખેમૂની દીકરી ઈનાયા નાનકડા ભાઈને રાખડી બાંધ્યા બાદ વહાલથી કિસ કરી રહી છે. જેહ પોતાની દીદીને નિહાળી રહ્યો છે. બ્લૂ પ્રિન્ટેડ ફ્રોકમાં ઈનાયા એકદમ પરી જેવી લાગતી હતી. જ્યારે યલો રંગના કપડામાં જહાંગીર ક્યૂટ લાગતો હતો.
અગાઉ સોહાએ તૈમૂર અને ઈનાયાની રક્ષાબંધન સેલિબ્રેટ કરતી તસવીર શેર કરી હતી. જાેઈ શકો છો કે, તૈમૂર અને ઈનાયા અનુક્રમે સૈફ અને સોહાના ખોળામાં બેઠેલા છે. ઈનાયા તૈમૂરને રાખડી બાંધી રહી છે અને સૈફ તેને મદદ કરી રહ્યો છે. સોહાએ આ તસવીર શેર કરતાં લખ્યું હતું, “સાથે બંધાયેલા છીએ. દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘તલાશ’ બાદ ફરી એકવાર આમિર-કરીનાએ આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ સિવાય કરીના હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જાેવા મળશે. તો બીજી તરફ સૈફની વાત કરીએ તો, ‘ભૂત પોલીસ’ ફિલ્મમાં અર્જુન કપૂર, જેક્લીન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ સાથે જાેવા મળશે.SSS