માલદીવ્સમાં બાળકો સાથે કરીના સમય વિતાવી રહી છે
મુંબઈ, કરીના કપૂર ગત શનિવારે પતિ સૈફ અલી ખાન તેમજ બાળકો તૈમૂર અને જેહ સાથે માલદીવ્સ પહોંચી હતી. જ્યાં સૈફના ૫૧મા બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
ત્યારથી એક્ટ્રેસ તેના વેકેશનની ઝલક દેખાડી રહી છે. શુક્રવારે સવારે કરીનાએ ઈન્સ્ટાગ્રામમાં દીકરા જેહ સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી. બેબો અને સૈફના ઘરે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બીજા સંતાનનો જન્મ થયો હતો.
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જેહ સાથેની તસવીર શેર કરી હતી. લિટલ મંકચિન જેહ મમ્મીના ખભા પર માથું ઢાળીને ઊંઘી રહ્યો હતો જ્યારે બેબો કૂલ સેલ્ફી ક્લિક કરી હતી. બ્લેક ટેંક ટોપમાં એક્ટ્રેસ હંમેશાની જેમ સ્ટનિંગ લાગતી હતી.
View this post on Instagram
તસવીરની સાથે કરીનાએ એક જીઆઈએફ પર મૂક્યું હતું. જેમાં લખ્યું હતું ‘લાઈટ, કેમેરા, નેપટાઈમ. કરીના કપૂકે આ પહેલા પોતાની એકલીની સેલ્ફી શેર કરી હતી. જેમાં તે બ્લેક કલરના બિકીની ટોપમાં જાેવા મળી હતી. નો-મેકઅપ લૂકમાં પણ તે સુંદર લાગતી હતી. સૈફના બર્થ ડે પર, કરીનાએ માલદીવ્સમાંથી એક પર્ફેક્ટ ફેમિલી તસવીર શેર કરી હતી.
જેમાં કપલ પોઝ આપતું જાેવા મળ્યું હતું. તો બાજુમાં નાનો દીકરો જેહ રમતો દેખાયો હતો. જ્યારે કૂર્તા-પાયજામામાં બેઠેલો તૈમૂરને જાણે ફોટો પડાવવામાં રસ ન હોય તેમ લાગતું હતું.
આ સાથે એક્ટ્રેસે લખ્યું હતું કે ‘મારા જીવનના પ્રેમને જન્મદિવસની શુભેચ્છાઓ. હંમેશા અને આ દુનિયાની પેલે પાર પણ તારી સાથે રહેવા મળે તેવી કામના કરું છું.
કરીના કપૂરે હાલમાં તેનું પુસ્તક, ‘પ્રેગ્નેન્સી બાઈબલ’ લોન્ચ કર્યુ હતું. આ પુસ્તકમાં તેણે પ્રેગ્નેન્સીના અનભુવો લખ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું અને પુસ્તક વિશે વાત કરી હતી. પોતાનો અનુભવ, ફેન્સને જણાવતા કરીનાએ કહ્યું હતું કે, તેની પહેલી પ્રેગ્નેન્સી સ્મૂધ રહી હતી
પરંતુ જેહ દરમિયાન થોડી તકલીફ પડી હતી. ‘તૈમૂર કરતાં જેહ વખતની પ્રેગ્નેન્સી મુશ્કેલીઓથી ભરેલી હતી. પહેલી વખતે મને મજા આવી હતી, તેણે મને હિંમત આપી હતી. પરંતુ આ વખતે અલગ હતું’.SSS