માલદીવ્સમાં મીરા રાજપૂતે બોલ્ડ અંદાજ બતાવ્યો
મુંબઈ, માલદીવ્સ હંમેશાથી બોલિવુડ સેલેબ્સનું મનપસંદ હોલિડે ડેસ્ટિનેશન રહ્યું છે. એમાં પણ કોરોના કાળમાં પ્રતિબંધો હટ્યા પછી મોટી સંખ્યામાં સેલેબ્સ માલદીવ્સની મુલાકાત લઈ રહ્યા છે. કેટલાક સેલેબ્સ તો એકથી વધુ વખત આ સુંદર ટાપુની મુલાકાત છેલ્લા દોઢ વર્ષમાં લઈ આવ્યા છે.
હાલ માલદીવ્સમાં વેકેશન માણી રહેલા સેલિબ્રિટીઝના લિસ્ટમાં શાહિદ કપૂરનો સમાવેશ થાય છે. શાહિદ કપૂર પોતાની પત્ની મીરા અને બંને બાળકો સાથે હાલ માલદીવ્સમાં છે. શાહિદ કપૂરની પત્ની મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ત્યારે તેણે બીચ વેરમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીર શેર કરતાં મીરાએ પોતાને ‘બીચ બમ’ કહી છે. મીરા વ્હાઈટ બિકીની અને ઓશન ગ્રીન રંગનું શ્રગ પહેરીને બીચ પર પહોંચી હતી. આ તસવીરમાં મીરા આકર્ષક લાગી રહી છે. આ સિવાય મીરાએ મિરર સેલ્ફી લીધી છે. આ તસવીરમાં મીરા મલ્ટીકલર સ્ટ્રાઈપ્સવાળા આઉટફિટમાં જાેવા મળી રહી છે.
મીરાએ ઓફશોલ્ડર આઉટફિટમાં વધુ એક તસવીર શેર કરી છે અને ફેન્સને પૂછ્યું છે કે, ‘શું તેણે આ ટેન રાખવો જાેઈએ? આ સિવાય મીરાએ વધુ એક તસવીર શેર કરી છે જેમાં તે માલદીવ્સના રિસોર્ટમાં ફરતી જાેવા મળી રહી છે. આ સિવાય તેણે પોતાના પતિ શાહિદ કપૂર સાથે એક સેલ્ફી શેર કરી છે.
માલદીવ્સમાં પણ મીરા અને શાહિદ વર્કઆઉટ કરવાનું ચૂકતા નથી ત્યારે તેણે આ તસવીર શેર કરતાં પૂછ્યું, શું આ ટ્રેનરને ઘરે લઈ જઈ શકું છું.” આ તસવીરમાં મીરા મહેંદી રંગની બિકીનીમાં જાેવા મળે છે. જ્યારે શાહિદે ટી-શર્ટ વિના જાેવા મળી રહ્યો છે.
મીરા રાજપૂતે માલદીવ્સના દરિયા કિનારે યોગ કર્યા હતા. જેનો વિડીયો પણ તેણે ફેન્સ સાથે શેર કર્યો હતો અને યોગનું મહત્વ સમજાવ્યું હતું. વિડીયોમાં મીરા સૂર્યનમસ્કાર કરતી જાેવા મળે છે. આ સિવાય મીરાએ થોડા દિવસ અગાઉ વધુ એક તસવીર શેર કરી હતી. જેમાં તે દરિયાકિનારે સૂર્યના કૂણા તડકાનો આનંદ લઈ રહી છે.SSS