માલદીવ્સ મિસ કરે છે કે માલદીવ વાળી : ફેન્સનો ટાઈગરને સવાલ
મુંબઈ: ટાઇગર શ્રોફ તેની એક્શન, સ્ટંટ અને ફિટનેસ માટે બોલિવૂડમાં જાણીતો છે. ટાઇગર સોશિયલ મીડિયા પર તો એક્ટિવ રહે જ છે. સાથે સાથે તે તેની ગર્લફ્રેન્ડ દિશા પટાની માટે પણ ચર્ચામાં છે. શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક નવી તસવીરથી ફેન્સનાં સનડેને સ્પેશલ બનાવી દીધો હતો. ટાઇગર શ્રોફ આ તસવીરમાં સ્વિમિંગ પૂલમાં પોઝ આપતો નજર આવે છે. તેનું માસલ શરીર તસવીરમાં જાેવા મળી રહ્યું છે.
ટાઇગર શ્રોફ શર્ટલેસ થઇ પૂલમાં ઉભેલો નજર આવે છે. એવું લાગે છે જાણે તે સ્વિમિંગ પૂલમાં સન બાથની મજા લઇ રહ્યો હોય. તેની આ ઇમેજ શેર કરતાં લખ્યું છે કે, ‘કદાચ દરેક રવિવાર આવો હોત. ટાઇગર શ્રોપની આ તસવીર થોડા જ કલાકોમાં વાયરલ થઇ ગઇ હતી. ટાઇગરનાં ૨૮ મિલિયન ફોલોઅર્સ છે અને તમામ આ શાનાદાર તસવીર પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.
બાસ્કેટબોલ પ્લેયર અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફનાં એક્સ બોયફ્રેન્ડ એબન હાયમ્સએ પણ તેની તસવીર પર કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, ભાઇ આ તસવીરથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેણે કમેન્ટની છેલ્લે સ્માઇંલિંગ ફેસ વિથ સનગ્લાસ વાળી ઇમેજ શેર કરી હતી.
ટાઇગર શ્રોફની આ તસવીરને ૧૦ કલાકમાં ૧૦.૦૫ લાખ લાઇક્સ મળી ગઇ છે. ફેન્સે આ ઇમેજ પર કમેન્ટ્સની વણઝાર કરી દીધી છે. એક ફેન લખે છે કે, તમે અમારા દરેક સનડેને પરફેક્ટ બનાવી દો છો તો અન્ય એક લખે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર શ્રોફે અંતિમ વખત નિર્દેશક અહમદ ખાનની ફિલ્મ ‘બાગી ૩’માં નજર આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થયાનાં થોડા સમય બાદ જ થિએટર્સ બંધ થઇ ગયા હતાં જેને કારણે ફિલ્મની કમાણીને ખાસ અસર થઇ હતી.