માલધારી દિવસ નિમિત્તે મોડાસામાં માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠા:સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના માલધારી સમાજ દ્વારા મંગળવારના રોજ માલધારી દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમાજના ઉત્થાન માટેની વિવિધ માગણીઓ રજૂ કરી હતી. અને માગણીઓનો નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
૨૬ નવેમ્બર માલધારી સમાજ દિવસ નિમિત્તે સાબરકાંઠા-અરવલ્લી માલધારી સમાજ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગાયોની સુરક્ષા તેમજ ગાયોની હત્યા કરનારાઓને ગંભીર પ્રકારની સજા થાય તેવી કાયદામાં જોગવાઈ કરવા, માલધારીઓ મોટા ભાગે પશુપાલન પર નિર્વાહ કરતા હોય છે
ત્યારે ગૌચરનું દબાણ ન થાય અને થયેલ હોય તે હટાવવામાં આવે અને માલધારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિંવત હોવાને કારણે માલદારીઓના બાળકોને શિક્ષણ માટે પુરતી શિષ્યવૃત્તિની સુવિધા કરવામાં આવે સહિતના પ્રશ્નોને ઉચ્ચકક્ષાએ રજૂ કરીને નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.