માલપુરનાં પરપોટીયા ગામે ડેરીના સેક્રેટરી અને વાઈસ ચેરમેનના કરનામાં બહાર આવ્યા

અરવલ્લી જિલ્લા નાં માલપુર તાલુકા નાં પરપોટીયા ગામે ડેરીના સેક્રેટરી અને વાઈસ ચેરમેન નું કારનામું બહાર આવ્યું છે અગાઉ એક વર્ષ પેલા ચેરમેન સાહેબ શ્રી એ રાજીનામું આપ્યા પછી ગ્રાહકો કોને વાઈસ ચેરમેને જણાવેલ કે તા.૧-૧૧- અને ૨૧ એમ ત્રણ પગાર હું સમય સર આપીશ. પરંતુ હજી સુધી સમય સર પગાર આપેલ નથી અને બંને કર્મચારીઓ પોતાના ધરે એક એક લિટર દુધ ધરે દરોજ લઈ જવામાં આવે છે. તેવું ગ્રાહકો નાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે…
પગાર માંથી ૩૫% પ્રમાણે કપાત કરેલ છે. અને બીજા મહિને દૂધ મંડળી માં નુકસાન આવવાથી ગ્રાહકોનાં પગાર માંથી ૨૫% રકમ કાપેલ છે. અને ત્રીજી વાર નુકસાન આવવાથી ૨૦% કપાત કરેલ છે.કપાત ની સ્લીપ માગીએ તો આપતા નથી. તા.૭-૭-૨૦૨૧ નાં દરમિયાન ધનસુરા નાં MPO માંથી ત્રણ સાહેબ આવેલ અને તેમને જણાવેલ કે મંડળી માં કોઈ પણ નુકસાન આવે તો મંડળી માં વસુલાત કરવી. અને દૂધ નું મશીન બગડ્યું હોવાથી મશીન રીપેરીંગ કરાવવું પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. સાહેબ શ્રી MPO એ જનરલ સભા બોલાવવા નો આદેશ આપેલ પરંતુ તેમને બોર્ડ ઉપર લખેલ જનરલ સભા રદ કરવામાં આવેલ છે. તેવુ વાંચી ને ગ્રાહકો ને પગ તળિયે થી જમીન સરકી ગયેલ ક્યાં સુધી આવો ભ્રષ્ટાચાર ચાલશે.
ફેટ અને વજન ઓનલાઇન કરાવવું અને ગ્રાહકો નું પ્રેમેન્ટ બેન્ક માં કરાવવું પરંતું તે પણ આપેલ નથી નવા શેર લેવા વારંવાર રજુવાત કરવા છતાં હજી શુધી મળ્યા નથી. અને ભાવ ફેર થતાં ખાતા માં નાખવાનો આદેશ હોવા છતાં રોકડ ચોકવેલ છે. અને ત્રણ વર્ષ થી ભાવ પત્રક કમિટી કે કોઈ સભાસદ માં થયેલ નથી.વા.ચેરમેન ને પગાર પત્રક અને ભાવ પત્રક વારંવાર માગતા હજી સુઘી આપેલ નથી ન આપવાનું કારણ જાણવા ગ્રાહકો માગે છે.પરંતું મંડળી માં ભ્રષ્ટાચાર ની હદ પાર થઈ છે.
અગાઉ એક વર્ષ પેલા (૧)મહે. જિલ્લા રજિસ્ટ્રાર સા.શ્રી સહકારી દુધ મંડળી ઓ અરવલ્લી.-મુ.પો- મોડાસા અને (૨)એમ.પી.ઓ.શ્રી શીત કેન્દ્ર, ધનસુરા (અરવલ્લી) સાહેબ શ્રી (૩) પ્રતિ, શ્રી જસુભાઈ એસ પટેલ સા, માં.પ્રતિનિધી,શ્રી માલપુર તાલુકો સાબર ડેરી, મુ. હેલોદર તા. માલપુર અરવલ્લી માં ઓડિટ કરેલ ને સેક્રેટરી અને ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે.
પરંતું દુધ મંડળી માં વર્ષો થી એક શાસન ચાલતું હોવાથી સેક્રેટરી અને તેમના મળતીયાઓ દ્વારા ગરીબ પ્રજા નું શોષણ કરી તેમનું ધર ભરવાની કાર્યવાહી ચાલતી હોઈ નાં છૂટકે જાહેર હિત માં સ્પે. તપાસ રૂબરૂ રજૂઆતો અને આંતરિક તપાસ થાય તે જરૂરી છે. જ્યારે શોષણ થાય એ અત્યંત દુઃખ અને ભારતીય લોકશાહી અને સહકારી મંડળી માટે ખૂબ જ કલંક રૂપ ધટના સાબિત થાય તેમ છે. તેવા આક્ષેપો મંડળીના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલ છે.