માલપુરનાં સવાપુરના જંગલમાં લાગેલી ભીષણ આગે સુરજપુરના ખેતરો સુધી પ્રસરી

જંગલ નજીક રહેલા ખેતરોમાં ઉભી નીલગીરી અને લીંબુનો પાક સ્વાહા
અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષઓ વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે
માલપુર તાલુકાના સવાપુરના જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરતાં જંગલ નજીક આવેલા સુરજપુર ગામના ખેડૂતોના ખેતરમાં ઉભી નીલગીરી અને લીંબુ નો પાક સ્વાહા થઇ જતા તેમજ અન્ય ખેતરોમાં રહેલ સૂકું ઘાસ આગની લપેટમાં આવી જતા આગમાં સ્વાહા થતા ખેડૂતોમાં વનવિભાગની આગ કાબુમાં લેવાં અણઆવડત ના પગલે ખેતરોમાં પ્રસરી હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે વનવિભાગે જંગલમાં લાગેલી આગ નું કારણ શોધવા તજવીજ હાથધરી હતી
માલપુરના સવાપુરના જંગલોમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અને જંગલ નજીક આવેલ ખેતરો સુધી પ્રસરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જંગલમાં આગ લાગતા વનવિભાગ તંત્રને જાણ કરવા છતાં આળસ દાખવતા આગ વધુ પ્રસરી હતી ખેડૂતોએ ઘટનાસ્થળે પહોંચી.
આગ હોલવવાના પ્રયત્નો હાથધરવા છતાં બેકાબુ બનેલ આગે જંગલ નજીક આવેલા ખેતરોમાં ઉભા પાકને લપેટમાં લેતા ખેતરોમાં ઉભો પાક ખાખ થયો હતો આગની ઘટનાના પગલે માલપુર મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડ સ્થાનિક લોકો અને વનવિભાગ તંત્રએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યા હતો
અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે
મોડાસા હાઈસ્કૂલ પાસે રોડ પરથી પસાર થતી કારમાં આગ લાગી : બે લોકોના આબાદ બચાવ
મોડાસા શહેરમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટમાં મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે છેલ્લા બે દિવસથી ઉમટી રહ્યા છે બુધવારે સવારે મોડાસા હાઈસ્કૂલ સામે મેઈન રોડ પરથી પસાર થતી મારુતિ ઓમ્ની વાન માં અચાનક આગ લાગતાં કાર ચાલક સહીત અન્ય એક શખ્શ સમય સુચકતા વાપરી વાન રોડ પર ઉભી રાખી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો વાનમાં આગ લાગતાં આજુબાજુ થી લોકોએ દોડી આવી આગ પર સમયસર કાબૂ મેળવ્યો હતો