માલપુરના અસરગ્રસ્ત પરિવારને મદદ કરવાની બાયડ-માલપુરના પૂર્વ ધારાસભ્યએ ખાતરી આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/2909-Bayad.jpg)
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના માલપુરના પંચાલ ભીખાભાઇ દલસુખભાઈ ના મકાનમાં શોર્ટ સર્કિટ ના લીધે તાજેતરમાં આગ લાગી હતી અને તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
પરિવાર નિરાધાર થઈ ગયો હતો. દુર્ઘટનામાં આગ લાગવાના સમાચાર સાંભળી ને બાયડ-માલપુરના પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા સદસ્ય રજણભાઈ યુવા મોરચા ઉપ પ્રમુખ હર્ષ પંડ્યા અને આગેવાનો સાથે ઘર ની મુલાકાત લીધી હતી..આગ લાગવાથી તેઓ ના સમગ્ર ઘર ની બધી જ સાધન સામગ્રી સળગી ગઈ હતી અને મોટા પ્રમાણ માં નુકસાન પામ્યું હતું..
વ્યવસાયે છૂટક સુથારી કામ કરતા, પરિવારને રૂબરૂ મળી સાંત્વના પુરી પાડી હતી અને જરૂરી તમામ સરકારી મદદ મળી રહે તે માટે મામલતદારને તાત્કાલિક મદદ કરવા સૂચન કર્યું.