માલપુરના જુના વિરણયા ગામે ગામથી શાળામાં જવાનો રસ્તો કાચો : અભ્યાસ માટે બાળકો કાદવ-કીચડ માંથી પસાર થવા મજબુર
(પ્રતિનિધિ) બાયડ, ગતિશીલ ગુજરાત મોડેલ ને દેશભરમાં તોડી મરોડી ને રજુ કરવામાં આવે છે ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે માલપુર તાલુકાના જુના વિરણયા ગામ થી પ્રાથમિક શાળામાં જવાનો કાચો રસ્તો હોવાથી બાળકો કાદવ-કીચડ માંથી પસાર થવું પડતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
માલપુર તાલુકાના જુના વિરણયા ગામે ગામ થી ૭૦૦ મીટર દૂર આવેલી પ્રાથમિક શાળામાં જવા માટે પાકો રસ્તો ન હોવાથી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ રોડ બનાવોની માંગ કરતા બાળકોનો વિડીયો બનાવી વાઈરલ કર્યો હતો બાળકો “રોડ બનાવો” “રોડ બનાવો” અને “રોડ બનાવો તો શાળાએ દરરોજ આવીએ” ના નારા લગાવ્યા હતા.
જુના વિરણયા ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, ચૂંટણી ટાણે મત માંગવા માટે આવતા નેતાઓ સમક્ષ અનેક વાર પ્રાથમિક શાળા થી ગામના રોડ સુધી રોડ બનાવવા રજુઆત કરતા રોડ બનાવી આપવાની બાંહેધરી આપ્યા પછી જીત મેળવતા ગામ તરફ પુઠ પણ ફેરવતા ન હોવાથી નેતાઓના ઠાલા વચનો થી ગ્રામજનોને ભરોષો રહ્યો નથી. જુના વિરણયા પ્રાથિમક શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો કાચા રસ્તા પર પાણી ભરાઈ રહેતું હોવાથી કાદવ-કીચડ માંથી પસાર થવા મજબુર બનવું પડે છે કપડાં પણ બગડી જતા હોવાથી બાળકો બીમારીમાં સપડાય છે ચોમાસામાં કાદવ-કીચડ માંથી દરરોજ પસાર થવું પડતા ચામડીના રોગ નો ભોગ પણ અનેકવાર બની ચુક્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું પાકા રસ્તાની માંગ નહિ સ્વીકારાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.*