Western Times News

Gujarati News

માલપુરના વાત્રક બ્રિજ પાસે ટાયર ફાટતા ઇકો કાર ડિવાઈડર સાથે ભટકાઈ પલટી :૧ વ્યક્તિ ગંભીર

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ચોમાસાની ઋતુમાં અરવલ્લી જીલ્લાના માર્ગો ચિથરેહાલ થતા અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે માલપુર-ગોધરા હાઇવે પર વાત્રક બ્રિજ પાસેથી રમરમાટ પસાર થતી ઇકો કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિન શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતો અકસ્માતના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ગુરુવારે બપોરના સુમારે શામળાજી-ગોધરા ધોરીમાર્ગ પર માલપુર નજીક આવેલ વાત્રક બ્રિજ નજીક પસાર થતી ઈકો કારનું ટાયર ફાટતા રોડ પર રહેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ પલટી જતા ઇકો કારમાં રહેલા મુસાફરોએ ચિચિયારીઓ કરી મુકતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતના પગલે આજુબાજુથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા કારમાં સવાર એક વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસા દવાખાને ખસેડાયો હતો કારમાં સવાર અન્ય ૬ લોકોના શરીરે ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર લીધી હતી અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક સર્જાતા અકસ્માતના પગલે દોડી આવેલ પોલીસે ટ્રાફિક પુર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.