Western Times News

Gujarati News

માલપુરના ૩૫ વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇનફલુથી મોત

(પ્રતિનિધિ) ભિલોડા : અરવલ્લી જીલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે જીલ્લામાં સિઝનનો ૧૩૦ ટકાથી વધુ વરસાદ ખાબકતા કાદવ-કીચડ અને પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે માલપુર નગરના ૩૫ વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇનફલુ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા ચાલુ સિઝનનો પ્રથમ કેસ શંકાસ્પદ સ્વાઇનફલુ યુવકને ભરખી જતા માલપુર નગર સહીત જીલ્લાવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

માલપુર નગરના ૩૫ વર્ષીય યુવકને શંકાસ્પદ સ્વાઇનફલુ નામની મહામારી બીમારીમાં ભોગ લેવાતા માતા-પિતાનો સહારો છીનવતા આભ તૂટી પડ્‌યું હતું  માલપુરમાં રહેતા ભુપેન્દ્રસિંહ નામના યુવકને ત્રણ- ચાર દિવસથી શરદી-ખાંસી તાવમાં પટકાતા પ્રાથમિક સારવાર લીધા પછી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ખાનગી હોસ્પિટલના તબીબે સઘન સારવાર કરવા છતાં યુવકની સ્થિતિમાં સુધારો ન થતા

તબીબે યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા તાબડતોડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનું જણાવતા પરિવારજનો સિવિલ હોપિટલમાં લઈ જતા તબીબોએ આઈસોલેશન વોર્ડમાં ખસેડી સઘન સારવાર હાથધરી હતી ગત રાત્રીએ યુવક મોતને ભેટતા ભારે ચકચાર મચી હતી મૃતક ભુપેન્દ્ર સિંહ તેના માતા પિતા નું એક નું એક સંતાન હતું જેના કારણે પરિવારજનો માં ભારે શોક છવાયો હતો વધુ વરસાદ ને કારણે વધતો જતો રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવા માં આવે એવી સ્થાનિકોમાં માંગ પ્રબળ બની છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.