Western Times News

Gujarati News

માલપુરમાં અરજદાર પાસે રેવન્યુ તલાટીએ ૭૦૦૦ની લાંચ માંગી!

પ્રતિકાત્મક

મોડાસા, અરવલ્લી- સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મુકી છે. મોટાભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને ે કર્મચારીઓ સરકારી કામકાજ કરવા માટે જતા અરજદાર પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કેટલાંક ભ્રષ્ટાચારી તલાટી ગરીબ પ્રજાને સરકારી કામકાજ કરવા માટેે નાણાં લઈ ખંખેરી રહ્યા છે. ત્યારે માલપુર તાલુકાના જ એક ગ્રામ્ય વિસ્તારમાં વારસાઈની નોંધ પડાવવા માટેે અરજદાર પાસેથી રેવન્યુ તલાટીએે શરમ નેવે મુકીને ૭ હજાર રૂપિયાની લાંચ માંગતો ઓડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ગુરૂવારે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા એક ભ્રષ્ટ અને બેઈમાન તલાટીનો અરજદાર પાસેથી વારસાઈ નોંધના રૂા.૭ હજાર માંગતો ઓડીયો વાયરલ થતાં વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામી છે.વાયરલ થયલા ઓડીયોમાં અરજદાર તલાટીને બાઈકનુૃ પંચર થયુ હોવાથી વાર લાગશે એમ જણાવી રહ્યા છે.

ત્યારે તલાટીને જાણે ભ્રષ્ટાચારની તલબ લાગી હોય તેમ અરજદારને સામે કેટલીવાર લાગશ એમ જણાવી રહ્યો છે.
અરજદારે ૭ હજારના બદલે ૪ હજાર રૂપિયાનુૃ સેટીંગ થયુ હોવાનું જણાવતા તલાટી તમે ઓફિસે રૂબરૂ આવો અને સિક્કો તો મરાવો અને પછી મળીએ છીએની વાર્તાલાપનો ઓડીયો વાયરલ થયો હતો.

હાલ ઓડીયો વાયરલ થતાં રેવન્યુ તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર જીલ્લામાં ગરીબોને ખંખેરનાર રેવન્યુ તલાટી કોણ તે અંગે તરેહ તરહેની ચર્ચાએ જાેર પકડ્યુ છે. જાે કે આ ઓડીયોની ખરાઈ કરવા અંગે હજુ સુધી કોઈ પુષ્ટી મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.