માલપુરમાં ધોધમાર વરસાદ :- માલપુર બજારમાં પાણી ભરાયા,ફેરિયાઓની હાલત કફોડી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓએ અને પ્રજાજનોએ માલપુર ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી માલપુરની બજોરોમાં નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો મેઘરાજાની તોફાની બેટિંગથી શાકભાજી-ફ્રૂટ અને ચીજવસ્તુઓનું વેચાણ કરતાં ફેરિયાઓની હાલત કફોડી બની હતી માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થતા ખેતીને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
માલપુર નગરમાં શુક્રવારે બપોરના સુમારે વાતાવરણ માં એકાએક પલટો આવતા આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા બાદ થોડીકજ મિનિટોમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા મન મૂકીને વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા ભર બપોરે રાત્રી જેવો માહોલ સર્જાતા વાહનચાલકો એ વાહનોના લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી અચાનક પડેલા સાંબેલાધાર વરસાદ થી જનજીવન સ્થગિત થયી ગયું હોય તેવો માહોલ પેદા થયો હતો અસહ્ય બફારા અને કાળઝાળ ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી વરસાદી વાતાવરણ બનતાજ વીજળી ડૂલ થયી જતા લોકો માં ભારે રોષજોવા મળ્યો હતો. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી