Western Times News

Gujarati News

માલપુરમાં મહિલા શિક્ષણ દિનની ઉજવણીમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને શ્રદ્ધાંજલિ અર્પણ

(તસ્વીરઃ-દિલીપ પુરોહિત, બાયડ)

(પ્રતિનિધિ) બાયડ, માલપુર માં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિ માં મહિલા શિક્ષણ દિન ની ઉજવણી કરાઈ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના નિધન અંગે મૌન પાડી અપાઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ક્રાયક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

હાલ સમગ્ર રાજ્ય માં મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત આજ રોજ માલપુર ગ્રામપંચાયત ખાતે અરવલ્લી જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં મહિલા શિક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજ માં મહિલાઓ અગ્રેસર આવે અને તમામ ક્ષેત્રે મહિલાઓ ઉચ્ચ પદવી સાથે પગભર બને તે બાબત પર ભાર મુકવા માં આવ્યો કાર્યક્રમ ની શરૂઆત માં ભારત દેશ ના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના નિધન અંગે ખેદ વ્યક્ત કરી બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમ માં માલપુર ખાતે મહિલા વિકાસ ની સંસ્થા ચલાવતા મહેશભાઈ ઉપાધ્યાયે માલપુર તાલુકા ની ૧૦૦૦ થી વધુ મહિલાઓ ને રોજગારી માટે કરેલ પહેલ ની માહિતી આપી હતી.

કાર્યક્રમ માં માલપુર તાલુકા પંચાયત પ્રમુખે મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે તાલુકા સ્તરે એક સારી સુવિધા વાળી મહિલા કાલેજ સ્થાપવામાં આવે તે માટે જિલ્લા કલકેટરશ્રી ને રજુઆત કરી હતી હરિઓમ સ્કૂલ ની બાલિકા એ મહિલા સશક્તિકરણ અને સમાજ માં દીકરી નું મહત્વ બાબતે ખુબજ ભાવુક થઈ પિતાનું વક્તવ્ય આપ્યું હતું શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓ નું પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું માલપુર વન મંડળી તરફથી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીની ના શિક્ષણ ની જવાબદારી સ્વીકારી ઉમદા કાર્ય કરવાની વન પંડિત દિનેશ ઉપાધ્યાયે જાહેરાત કરી હતી.

અધ્યક્ષ સ્થાને થી પોતાના વક્તવ્ય માં જિલ્લા કલેકટર એમ નાગરાજને હાલ મહિલાઓ ની દરેક ક્ષેત્રે થઈ રહેલ સિદ્ધિ સાથે પ્રગતિ અને સરકાર ની મહિલાઓ ના ઉત્થાન માટેની વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે જાણકારી આપી શિક્ષણ ક્ષેત્રે તમામ વિદ્યાર્થીનીઓ ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ તો થાય જ તે બાબત પર ભાર મુક્યો હતો અને માલપુર ને મહિલા કોલેજ મળે તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરી સરકાર માં રજુઆત કરવાની ખાત્રી આપી હતી આજના સફળ કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર તાલુકા પંચાયત પ્રમુખ રીટા બેન પટેલ માલપુર સરપંચ ભારતી બેન ઉપાધ્યાય જિલ્લા મહિલા મોરચા ના નીતા બેન પંડયા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન જસુભાઈ પટેલ મામલતદાર ટીડીઓ ૧૮૧ અભયમ ની ટિમ સીડીપીઓ બાળ વિકાસ અધિકારી તાલુકા ની મહિલાઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.