માલપુર-અણીયોર માર્ગ પર વાવડી પાસે વેગનઆર કાર કુવામાં ખાબકી
અરવલ્લી જીલ્લાના માલપુર-અણિયોર માર્ગે વાવડી ગામ જોડે વેગનઆર કાર કુવા માં ખાબકતા લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા.
માલપુર તાલુકાના વાવડી ગામ જોડે આવેલ રસ્તાની બાજુમાં અવાવરું ખાલી કુવામાં કાર ખાબકતા આવતાજતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા તથા કાર ચાલકને રસ્સીઓ નાખી ને બહાર કાઢવામાં આવ્યો,કાર ચાલાક નો આબાદ બચાવ.
જાહેર મોટા માર્ગ ઉપર રસ્તાની બાજુમાં આવેલ કુવા હોય કે કોતર આવી ઘટનાઓ ના બને એ તંત્ર એ ધ્યાને લઇ ને સુરક્ષા દીવાલ કરવી જોઈએ.