માલપુર તાલુકામાં ગાજવીજ સાથે આવેલા વરસાદી વાવાઝોડાએ તારાજી સર્જી
ઢોર ઢાખર, ઘાસચારા, કાચા મકાન, પતરાના શેડ સહિત વીજ પોલ ને પારાવાર નુકશાન
અરવલ્લીના માલપુર તાલુકામાં પૂર્વ પટ્ટા તરફથી આવેલા તોફાની વાવાઝોડાએ તારાજી સર્જી હતી.
પીપરાણા,ગોવિંદપુર,કાનેરા,પરસોડા,વણઝારીયા,ગાજણ,સોમપુર તેમજ પૂર્વ પટ્ટા ના તમામ ગામો વાવાઝોડાની ઝપેટમાં.વીજ પોલ ધરાશાયી,મકાનોના નળીયા-પતરા હવામાં ફંગોળાયા,દુકાનના ગલ્લા રસ્તા પર ફેંકાયા,વર્ષો જુના વૃક્ષો વીજ તાર પર કોઈના ઘર ઉપર,વાહન ઉપર,પશુ ઉપર ધરાશાયી. પશુપાલકો ને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો.
વરસાદના આગમનમાં ગરીબ-ખેડૂત પરિવારોની ખુશીની લહેર ને વાવાઝોડાએ દુઃખ માં ફેરવી. નાખ્યું હતું. વિજ તાર- થાંભલા તૂટતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા તથા ગ્રામીણ વિસ્તારોમાં અંધકારમય પટ છવાયેલો જોવા મળ્યો હતો. તમામ ગામના ગ્રામજનોની તંત્રને વિનંતી કે અંધકારમાં છવાયેલા ગામોને ઝડપથી અંધકારમાંથી બહાર લાવે તેમજ મકાન,માલ-સમાન,પશુને નુકસાન થયેલ છે.
તેમને રાહત દરે સહાય આપવામાં આવે. તેવી માંગ અસરગ્રસ્ત વિસ્તારોના લોકો દ્વારા કરવામાં કરવામાં આવી છે
દિલીપ પુરોહિત. બાયડ