માલપુર પોલીસે ઉભરાણમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૫ શકુનિઓને ૨૯ હજાર રોકડ સાથે ઝડપ્યા,૫ ફરાર

શ્રાવણ પૂરો…હવે ભાદરીયો જુગાર પૂરબહારમાં
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં શકુનિઓ માટે ભાદરવો પણ શ્રાવણ હોય તેમ ખુલ્લી જગ્યાએ,ખેતરમાં બનાવેલ ઓરડીઓમાં, અને મકાનમાં હારજીતની બાજી લગાવી જુગાર રમી લેતા હોય છે માલપુર પોલીસે બાતમીના આધારે ઉભારણ ગામમાં ખુલ્લા ખેતરમાં રેડ કરી જુગાર રમતા ૫ શકુનિઓને ૨૯ હજાર કરતા વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા બિન્દાસ્ત ખેતરમાં જુગાર રમતા શકુનિઓમાં ભારે નાસભાગ મચી હતી પોલીસ રેડ દરમિયાન ૫ જુગારીઓ પોલીસને થાપ આપી નાસી છૂટતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
![]() |
![]() |
માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમ માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉભારણ ગામમાં રહેણાંક વિસ્તાર પાછળ ખુલ્લા ખેતરમાં જુગારીઓ એકઠા થઈ તીનપત્તી જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી વાળા ખેતરમાં રેડ કરતા ખુલ્લા ખેતરમાં હારજીતની બાજી લગાડી બેઠેલા જુગારીઓની બાજી બગડતા ભારે નાસભાગ મચી હતી.
માલપુર પોલીસે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૧)સલ્લાઉદ્દીન હબીબભાઇ ચડી,૨)મોયુદ્દીન હબીબભાઇ ઘાંચી (બન્ને.રહે,ગાબટ-બાયડ) ,૩) જયેશ ભગાભાઇ વણકર, ૪) ગિરીશ વેચાતભાઈ વણકર અને ૫) સોમા મગનભાઈ વણકર (ત્રણે.રહે,ઉભરાણ) ને ઝડપી લઈ રૂ.૨૯૪૮૦/- તથા બાઈક-૨ અને મોબાઇલ નંગ-૫ મળી કુલ રૂ.૯૮૪૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રેડ જોઈ ફરાર થઈ જનાર ૧) ફારૂક જીવાભાઈ જેથરા,૨)રમીઝ સિકંદરભાઈ મોડાસીયા,૩)નાગરાજસિંહ બળવંતસિંહ ઝાલા,૪) વિજય ગોપાલભાઈ દેવીપૂજક અને ૫)સતીશ ઉર્ફે સત્યો ગિરધરભાઈ દેવીપૂજક (તમામ રહે,ગાબટ-બાયડ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.