માલપુર પોલીસે કારમાં કતલખાને લઈ જવાતા ત્રણ પશુઓને બચાવી લીધા :લુણાવાડાના બે શખ્શોની ધરપકડ
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: લોકડાઉન અનલોક થતાની સાથે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી કતલખાને લઈ જવા કસાઈઓ અધીરા બન્યા છે પશુઓની હેરાફેરીમાં તગડો નફો રહ્યો હોવાથી કસાઈઓ કારમાં પશુઓની હેરાફેરી કરી કતલખાને ઘુસાડી રહ્યા છે ત્યારે માલપુરના ચોરીવાડ પાસે થી કારમાં ક્રૂરતાપૂર્વક બાંધી ૩ પશુઓને કતલખાને લઈ જવાતા હતા. જેને માલપુર પોલીસે ઝડપી લઈ લુણાવાડાના બે શખ્શો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચોરીવાડા ગામ નજીક ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે પોતાની ગાડીમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક પાડાઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી કતલખાને લઈ જવાતા હતા.
જેથી પોલીસે ગાડીમાંથી ૩ નંગ પાડાઓ જેની કિંમત રૂ.૧૫ હજાર તથા ગાડી ની કિંમત રૂ.૩ લાખ મળી કુલ રૂપિયા ૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વસીમભાઈ યુનુસભાઈ માલવણીયા અને સલમાન નિસાર અનારવાલા(બંને રહે. લુણાવાડા,જી.મહિસાગર)સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.