માલપુર પોલીસે મોડાસાના બુટલેગરને ૩૫ હજારના વિદેશી દારૂ સાથે કારમાં ખેપ મારતો દબોચ્યો
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેરમાં દિન-પ્રતિદિન વિદેશી દારૂના શોખીનો વધી રહ્યા હોવાથી બુટલેગરો પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે વિદેશી દારૂના ગેરકાયદેસર વેપલામાં રહેલા અધધ નફાના પગલે અનેક યુવાનો શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા બુટલેગર બની રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં ટાઉન પોલીસની નિષ્ક્રિયતાના પગલે કે પછી આંખ આડા કરવાની ટેવના લીધે શહેરમાં ૨૦ જેટલા બુટલેગરો ઘરે થી અને હોમ ડીલેવરી મારફતે દારૂના રસિયાઓને દારૂ પીરસી રહ્યા છે શહેરમાં દારૂની રેલમછેલ રહેતા યુવાધન નશાના રવાડે ચઢી બરબાદ થઈ રહ્યું છે
માલપુર પોલીસે સોમપુર ત્રણ રસ્તા પાસેથી ડસ્ટન કારમાંથી ૩૫ હજારના વિદેશી દારૂ સાથે મોડાસા સુવિધા કોમ્પ્લેક્ષમાં રહેતા કિરણ પટેલને ઝડપી પાડી દારૂની ખેપ નિષ્ફળ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મેઘરજ પોલીસે ઉંડવા સરહદ પરથી સ્વીફ્ટ ડિઝાયર કારમાં ૨૮ હજારનો વિદેશી દારૂ ભરી પસાર થતા રાજસ્થાનના ઈન્દરસીંગ રાવ નામના બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
મેઘરજ પીઆઈ જે.પી ભરવાડ અને તેમની ટીમ અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ ડિઝાયર કાર (ગાડી નં.-GJ 17 N 3057)ને અટકાવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે કાર ઉંડવા તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા કાર ચાલક તથા તેની સાથે રહેલો શખ્સ કાર ઉંડવા નજીક મૂકી નાસવા જતા ઈન્દરસિંગ ભેરૂસિંગ રાવ (ડાલ,સલુમ્બર,રાજસ્થાન)ને ઝડપી પાડી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૦ કીં.રૂ.૨૮૩૦૦/ તથા રોકડ રકમ , મોબાઈલ, કાર મળી કુલ રૂ.૪૩૧૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને ચકમો આપી ફરાર થઈ જનાર કારચાલક રમેશ પંડિત (રહે,શેષપુર, રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા