માલપુર પોલીસ તંત્ર સાથે વધુ એકવાર જરૂરિયાતમંદ લોકોની મદદે : કરિયાણાના કીટની હૂંફ
લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે લોકડાઉન ૩ મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે ત્યારે માલપુર પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે માલપુર મામલતદાર સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અગાઉ લોકડાઉનમાં પણ માલપુર પોલીસે અનેક જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટની હૂંફ આપી છે માલપુર પોલીસની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ હતી. (દિલીપ પુરોહિત- બાયડ)