માલપુર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર જીવલેણ હુમલો કરનાર ૪ સામે ફરિયાદ
MLA જશુભાઈ પટેલે બદનામ કરવાનું ષડયંત્ર કહ્યું
માલપુર માર્કેટયાર્ડના સભાખંડમાં શનિવારે માલપુર નાગરિક સહકારી બેંકની યોજાયેલ જનરલ સભામાં ભાજપા યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ,પુત્ર નિશ્ચલ પટેલ,અરવિંદ શીવાભાઈ પટેલ અને નિશ્ચલના મિત્ર રશ્મીકાન્ત ઉર્ફે પ્યારે અમૃતભાઈ પટેલ હુમલો કરી ભાજપા યુવા મોરચાના મહામંત્રીને તુ ભાજપનો દલાલ છે, અમારા વિરૂદ્વ કેમ પડે છે એમ કહી માર મરાતાં ઘવાયેલ કાર્યકરને મોડાસા ખાતેની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો
સમગ્ર ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી યુવા મોરચાના મહામંત્રીએ માલપુર પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો મારામારીનો ભોગ બનેલ યુવકના સમર્થનમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ માલપુર તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસનો હુરિયો બોલાવ્યો હતો
ટોળાનો આક્રોશ જોઈ પોલીસે ધારાસભ્ય જશુભાઈ પટેલના ઘરે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતું આખરે માલપુર પોલીસ કશ્યપ પટેલની ફરિયાદના આધારે બાયડ ધારાસભ્ય અને તેમના પુત્ર,ભાઈ અને સબંધી યુવક સામે ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે તેમને બદનામ કરવા સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું
માલપુર નાગરિક બેંકની સામાન્ય સભામાં માલપુર નાગરીક સહકારી બેંકની સામાન્ય સભા માલપુર સભાખંડમાં મળી હતી જેમાં કશ્યપ પટેલે તેમનું અને પિનાકિન ગોરનું સભાપદ કયા કારણોસર રદ થયું અંગે બેંક મેનેજરને સવાલ પુછાતાની સાથે સામાન્ય સભામાં હાજર બાયડ-માલપુરના ધારાસભ્ય જશું પટેલ
તેમના પુત્ર નિશ્ચલ પટેલ ભાઈ અરવિંદ શીવાભાઈ પટેલ અને તેમના પુત્રના મિત્ર જેશીંગપુરના રશ્મીકાન્ત ઉર્ફે પ્યારે અમૃતભાઈ પટેલ ગડદાપાટુંનો મારમારી અરવિંદ પટેલે કશ્યપ પટેલનું ગળું દબાવી સોનાની ચેન રૂ.૮૦ હજારની ખિસ્સામાં રહેલા રૂ.૧૨૭૦૦/- કાઢી લઈ ઢોર મારમાવામાં આવતા અને બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે કશ્યપ પટેલને તારા જેવા કેટલાયને અગાઉ માર્યા છે
મને કશું થવાનું નથી માલપુરમાં હું ધારું તેમ થશે અને તારા જેવા કેટલાય ખોવાઈ ગયાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કશ્યપ પટેલ ફફડી ઉઠ્યો હતો શરીરે ઈજાઓ પહોંચતા મોડાસા સાર્વજનિક હોસ્પીટલ સારવાર અર્થે ખસેડાયો હતો અને કશ્યપ પટેલ સહીત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનું જણાવી હોબાળો મચાવ્યો હતો માલપુર પોલીસે આખરે ફરિયાદ નોંધી હતી
માલપુર પોલીસે જેશીંગપુરના કશ્યપ હસમુખભાઈ પટેલની ફરિયાદના આધારે જશુભાઈ શીવાભાઈ પટેલ,નિશ્ચલ જશુભાઈ પટેલ,અરવિંદ શીવાભાઈ પટેલ (ત્રણે,રહે.હેલોદર) અને રશ્મિકાંત ઉર્ફે પ્યારે અમૃતભાઈ પટેલ (રહે,જેશીંગપુર) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
દિલીપ પુરોહિત. બાયડ