માલપુર BSNL કર્મચારીઓનો સેવા નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો
ભિલોડા: માલપુર તાલુકા માં અલગ અલગ જગ્યા એ ભારતીય દૂર સંચાર નિગમ માં ફરજ બજાવતા 6 કર્મચારીઓ કર્મચારીઓ પોતાની ફરજ માંથી નિવૃત્ત થતા આજ રોજ માલપુર બ્રાહ્મણ પાંચ ની વાડી માં બુએએનએલ ના એજીએમ શ્રી આર એમ ગોર ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં બી.એસ.એન.એલ માલપુર વહીવટી વિભાગ ના હેડ વિજય ભાઈ કે પંડ્યા નવીનચંદ્ર પંચાલ વજેસિંહ બારીયા નરવત ભાઈ પટેલ ગીતા બેન પંચાલ તથા જસવંત સિંહ બારીયા ટેલિફોન વિભાગ માં નિષ્ટા પૂર્વક પોતાની ફરજ બજાવી નિવૃત્ત થતા આજ રોજ તેઓ ની સેવાઓ ને હજાર સૌકોઈ મહાનુભાવો એ બિરદાવ્યા હતા તમામ નવૃત્તિ લેનાર કર્મચારીઓ ને બીએસએનએલ ના એજીએમ આર એમ ગોર સાહેબે મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ થી સન્માન કર્યું હતુંતેમજ નિવૃત્તિ લેનાર કર્મચારીઓ ના પરિવારજનો એ પણ પુષ્પ ગુચ્છ અને સ્મૃતિ ચિન્હ આપી સેવાઓ ને બિરદાવી સન્માન કર્યું હતું સમારંભ માં ટેલિફોન વિભાગ ના એન્જીનીયર બી એચ રાજપૂત અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા સમાજ ના પ્રમુખ ભરત ભાઈ જોષી તાલુકા પંચાયત પ્રમુખ રીટા બેન પટેલ માલપુર ગ્રામપંચાયત ના સરપંચ ભારતી બેન ઉપાધ્યાય તેમજ વેપારી મંડળ ગામ ના અગ્રણીઓ તમામ સમાજ ના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી નિવૃત્તિ લેનાર તમામ કર્મચારીઓ ની સેવા ને બિરદાવી હતી સમગ્ર સફળ કાર્યક્રમ નું સંચાલન વન પંડિત દિનેશ ઉપાધ્યાયે કર્યું હતું.