માલપોર ની સોલ્ટ વર્કસ માં બ્રોંઝીન નામનું કેમીકલ વગર પરવાનગીએ ઉત્પાદન કરતા તેને બંધ કરવાની માંગ
ભરૂચ: ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના માલપોર ગામ ખાતે આવેલ સોલ્ટ વર્કસ માં બ્રોંઝીન નામ નું કેમિકલ વગર પરવાનગી એ ઉત્પાદન કરવામાં આવતું હોય જે તાકીદે બંધ કરવાની માંગ સાથે ગ્રામજનો એ કંપની બહાર ધરણા કર્યા હોવાના તથા સોલ્ટ વર્કસ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં માંગેલ પરવાનગી ની અરજી ના મંજુર કરાતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપની નું વીજ કનેક્શન કાપી નાખવાનો હુકમ કરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જમ્બુસાર રૂરલના અધિકારી વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના માલપુર ગામે સર્વે નંબર ૫૫૬ પૈકી ૧૫૮૪ હેકટર ૭૮ ચોરસ મીટર થી ખાર ખરાબા ની જમીન આવેલ છે.ઉપરોક્ત જમીન માં સરકાર દ્વારા જુદા જુદા ઈસમો ને મીઠા ઉદ્યોગ માટે ભાડા પટે થી જમીન ફાળવેલી હતી તે પૈકી ભડકોદ્રા ના ઈલ્યાસઅલી પટેલ ને ૧૦ વર્ષ ના ભાડા પટ્ટે ૨૦૦ એકર જમીન મીઠા ઉદ્યોગો માટે ફાળવવામાં આવી હતી અને તે પટ્ટા ની નિયત સમયમર્યાદા સને ૨૦૦૬ માં પૂર્ણ થયેલ છે.તે રીન્યુ પણ થયેલ નથી
તેમ છતાંય આ મીઠા ઉદ્યોગો માં બ્રોંઝીન નામ ના કેમિકલ નું ઉત્પાદન વગર પરવાનગી એ કરવામાં આવતું હોય અને તેના પરિણામે આ કેમિકલ ના ઉત્પાદન થી ગ્રામજનો ની તંદુરસ્તી જોખમાય તેવી સંભાવના રહેલી હોય તથા તેના વેસ્ટ પાણી થી તુવેર ને નુકશાન પહોંચ્યું હોય તેમજ દરિયાઈ જીવો ને પણ નુકશાન પહોંચ્યું હોય ગત તારીખ ૭-૧૧-૨૦૧૯ ના રોજ ગરમજનો એ સંયુક્ત સહી થી આ ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરાતા બ્રોંઝીલ નામ ના કેમિકલ ના ઉત્પાદન ની રોક લગાવવાની માંગ સાથે આ સોલ્ટ વર્કસ દ્વારા કરવામાં આવેલ શરત ભંગ બાબતે પગલાં ભરવા જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને દિન ૧૦ માં પગલાં ભરવા માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
જીલ્લા સમાહર્તા ને પાઠવેલ આવેદન પત્ર માં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જે હેતુ માટે જગ્યા ફાળવવા માં આવેલ છે તે હેતુ માટે જ જગ્યાને ઉપયોગ થયેલ નથી જે શરત નો ભંગ થયેલ છે.ગ્રામ પંચાયત માલપુર ની ગત તારીખ ૨૧-૧૨-૨૦૧૮ ના રોજ મળેલ ગ્રામસભા માં ઠરાવ નંબર ૮ માં જણાવેલ કે સદર સોલ્ટ વર્કસ દશ વર્ષ થી બંધ છે અને કેમિકલ પ્લાન્ટ ના બાંધકામ કરવાની કોઈ પરવાનગી ગ્રામ પંચાયતે આપેલ નથી.અભિષેક પ્રવિણ તુલસીયા ની ના ભાગીદાર કરવાની કોઈ પ્રોસેસ થઈ નથી કે હેતુસર માટે કહેવાતા પટ્ટા ને રીન્યુ કરાયેલ હોય
તેવો કોઈપણ રેકર્ડ કચેરી નથી.સોલ્ટ વર્કસ ના ઈલ્યાસ અલી પટેલ અને તેના ભાગીદાર અભિષેકકુમાર તુલસીયાના ડાયરેક્ટર એ સોલ્ટ એન્ડ કેમિકલ પ્રા।લિમિટેડ ને બ્રોંઝીન નામ ના કેમિકલ નું ઉત્પાદન કરવાની પરવાનગી મેળવેલ છે કે કેમ તથા પરવાનગી આપવામાં આવી હોય તો કંઈ શરતો ને આધીન તેમજ કંપની ૧૯૫૬ અધિનિયમ દ્વારા રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ તેની માહિતી ગ્રામજનો એ આવેદનપત્ર દ્વારા માંગી હતી.
તેમજ સોલ્ટ વર્કસ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ યુક્ત પાણી દરિયા માં છોડવામાં આવે છે.આ કેમિકલ યુક્ત પાણીમેગનુસ માં પસાર થઈ ને દરિયા માં જતું હોય તે નાશ થયેલ છે.એમજ દરિયાઈ જીવસૃષ્ટિ ને પણ નુકશાન પહોંચતું હોય તાકીદે પગલાં ભરવા માંગ આવેદન પાત્ર દ્વારા કરવામાં આવી હતી.નિયત સમય મર્યાદા માં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાત ના પગલાં ન લેવાતા આજરોજ માલપુર ગામ ના ગ્રામજનો સોલ્ટ વર્કસ મુખ્ય ગેટ ની બહાર ધરણા ઉપર બેસી ગયા હતા.