માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાબા હેઠળના ગામોમાં ગ્રામજનોને પાણી જન્ય રોગોથી સુરક્ષિત રાખવા કામગીરી હાથ ધરાઇ
કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા પાણી જન્ય રોગો સામે રક્ષણ માટે વડાઝાંપાં, માલવણ, શિયાળ જેવા ગામોમાં ૨૫ જેટલા કુવાઓમાં ક્લોરીનેશન કરાયું
લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીની વચ્ચે પણ આરોગ્ય તંત્ર દ્વારા પાણી જન્ય રોગો જેવા કે ટાઇફોઇડ, હિપેટાઈટિસ, કોલેરા અને ડિસેન્ટ્રી ના રોગોની સામે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાંઓ લઇ તેને લગતી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એસ.બી.શાહની રાહબરી તળે કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી ડૉ. નિલય કસ્બાતી અને તેમની આરોગ્ય ટીમ દ્વારા તેમના તાબામાં આવતા ૮ આરોગ્ય સબ સેન્ટરના ગામોમાં ટાઇફોઇડ, હિપેટાઇટિસ, કોલેરા અને ડિસેન્ટ્રી જેવા પાણીજન્ય રોગો સામે તાબા હેઠળના ગ્રામજનોને આ રોગોથી બચાવી શકાય
તે માટે આરોગ્ય ટીમો દ્વારા ગામડે ગામડે જઇ જેવા કે વડાઝાપા, માલવણ, શિયાળ, કુરેટા, કેળામુળ, ડાહ્યાપુર ગામોમાં ૨૫ જેટલા કૂવાઓનું ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના થકી પાણીજન્ય રોગોની સામે રક્ષણ મેળવી શકાય અને લોકોને આ રોગનીથી સુરક્ષિત રાખી શકાય. આમ કોરોના કહેર વચ્ચે પણ આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામજનો માટે વિશેષ કાળજી લઇ તેમને પાણીજન્ય રોગો સામે રક્ષણ મળી શકે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.