માલવિકા અનુપમાને અલવિદા કહેવાની છે?
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલની યાદીમાં અનુપમાનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે. અત્યારે મોટી સંખ્યામાં દર્શકો આ સીરિયલના ફેન છે. ટીઆરપીની રેસમાં પણ અનુપમા આગળ હોય છે. અનુપમા સીરિયલમાં અનેક નવા નવા વળાંક આવતા રહેતા હોય છે. હવે આગામી ટ્રેકમાં પણ દર્શકોને આવી જ રસપ્રદ સ્ટોરી જાેવા મળશે. અનુજ કપાડિયાની બહેન માલવિકા એકાએક સ્વીકારે છે કે તે વનરાજને પ્રેમ કરે છે.
માલવિકા વનરાજની જ પૂર્વ પત્ની અનુપમા સાથે પોતાના મનની વાત શેર કરે છે. અનુપમા જાણે છે કે, વનરાજ માલવિકા માટે યોગ્ય વ્યક્તિ નથી. તે માલવિકાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ પહેલા એકવાર માલવિકા વનરાજને કહી ચૂકી છે કે તેને બદલામાં કંઈ નથી જાેઈતું. બિઝનસમાં પણ જે દિવસે તેને મન થશે તે આ બધું જ તેના માટે છોડીને જતી રહેશે.
માલવિકા હવે વનરાજના પ્રેમમાં છે અને તે જે ઈચ્છે તે કરવા માંગે છે. માલવિકાને લાગે છે કે તેનો ભાઈ અનુજ આ વખતે પણ તેને અને વનરાજને એક નહીં થવા દે. પહેલાની જેમ ફરી એકવાર અનુજ માલવિકાને તેના પ્રેમથી દૂર કરી દેશે. રિપોર્ટ્સ અનુસાર, અપકમિંગ એપિસોડ્સમાં આપણને જાેવા મળી શકે છે કે માલવિકા આખો બિઝનસ વનરાજને સોંપીને જતી રહેશે.
માલવિકાની ઓળખ પણ એ જ પ્રકારે આપવામાં આવી છે કે તે મન ફાવે ત્યારે ગમે ત્યાં જતી રહે છે. તો શક્ય છે કે માલવિકા વનરાજની કરોડપતિ બનવાની ઈચ્છા પૂરી કરીને ફરી એકવાર વિદેશ જતી રહે. અનુજ અને અનુપમા મળીને માલવિકા અને વનરાજનો સામનો કેવી રીતે કરશે તે જાેવાની વાત છે.
શું અનુજ અને અનુપમા પૈસાની તંગીને કારણે રસ્તા પર આવી જશે. અનુપમા જાણે છે કે વનરાજને માલવિકા સાથે કોઈ હમદર્દી નથી, તે માત્ર ગેમ રમી રહ્યો છે. માલવિકા અનુજ અને અનુપમાની વાત સાંભળવા માટે તૈયાર નથી. તે વનરાજની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ છે.
હવે સ્ટોરીમાં વનરાજની બીજી પત્ની કાવ્યા પણ છે. તે આ બધું કેવી રીતે સ્વીકારશે અને શું પ્રતિક્રિયા આપશે તે જાેવાની વાત છે. શું માલવિકા વનરાજની ત્રીજી પત્ની બનશે? કે પછી માલવિકા એટલે કે અનેરી વાજાણીના શૉમાં આટલા જ દિવસો હતા?SSS