માલવિકા માટે અનુપમાને છોડી દેશે અનુજ કપાડિયા
મુંબઇ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ ‘અનુપમા’ લોન્ચ થઈ ત્યારથી ટીઆરપી ચાર્ટમાં રાજ કરી રહી છે. લેટેસ્ટ ટ્રેકમાં જાેવા મળ્યું કે, માલવિકાનો ઉપયોગ કરીને વનરાજ તેના ધ્યેયને પ્રાપ્ત કરવા માગે છે. અનુપમા અને અનુજને તેના પ્લાનની જાણ થઈ જાય છે અને તેઓ માલવિકાને સુરક્ષિત કરવા માગે છે. આગામી એપિસોડમાં માલવિકા વનરાજ સાથેની તેની પાર્ટનરશિપ તોડતી જાેવા મળશે.
પરંતુ, આ સાથે તે તેના ભાઈ અનુજને પોતાના પ્રેમ સાથે શું તે સમજૂતી કરી શકશે તેમ પૂછશે. વનરાજ તેના ઘરની બહાર અનુપમાની રાહ જાેઈને ઉભો રહેશે કારણ કે તે જાણતો હોય છે કે તે તેની સાથે વાત કરવા માટે જરૂરથી આવશે. અનુપમા તેને માલવિકાનો ઉપયોગ ન કરવા માટે કહેશે.
જાે કે, તે વળતો જવાબ આપતા કહેશે કે, જાે માલવિકાને તેના માટે લાગણી હોય તો તે તેનો વાંક નથી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થશે. અનુપમા વનરાજને કહેશે કે, તે ઉંમર અને લાગણી વિશે નહીં પરંતુ તેનો ઈરાદો ખોટો છે.
આ દરમિયાન માલવિકા ત્યાં આવશે અને વનરાજ સાથેની પાર્ટનરશિપ તોડશે. આ વાતથી વનરાજને ગુસ્સો તો આવશે પરંતુ એકદમ શાંતિથી વાત કરશે. તે તેને કહેશે કે, તે પાર્ટનરશિપ તોડી રહી હોય તો તેને વાંઝો નથી પરંતુ તેણે તે જાણવું જાેઈએ કે અનુપમાએ જ અનુજને તેને આમ કરવા માટે કહ્યું હશે.
અનુજ ત્યાં આવશે અને વનરાજના હાથમાં ચેક આપી કહે છે કે, તે તેના જુસ્સાનું સન્માન કરે છે. પરંતુ વનરાજ આટલેથી નહીં અટકે. તે માલવિકા પાસે જશે અને કહેશે કે, તે જાણે છે કે તે અનુજને પ્રેમ કરે છે. અનુજ તેનો સગો ભાઈ નથી તેમ છતાં તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે.
તે તેને એ વાતની પણ યાદ અપાવશે કે કેવી રીતે અનુજના કારણે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા. અપકમિગ એપિસોડમાં, વનરાજ તેની ગેમ રમશે અને માલવિકાને કહેશે કે, અનુજના કહેવા તેણે તેની સાથેની પાર્ટનરશિપ તોડી નાખી. પરંતુ શું અનુજ માલવિકા માટે અનુપમા સાથેની પાર્ટનરશિપ તોડશે. માલવિકા બાદમાં અનુજને શું તે અનુપમાને છોડી શકશે તેવો સવાલ કરશે. શું અનુજ અનુપમાને છોડી દેશે? શું ફરીથી અનુપમાનો પ્રેમ અધૂરો રહી જશે? આ સવાલના જવાબ આગામી સમયમાં મળશે.SSS