માલવ રાજદાએ તારક મહેતાની ટીમ સાથે ઉજવ્યો બર્થ ડે
મુંબઇ, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. સીરિયલમાં જેમ બધા જ પાત્રો હળીમળીને ગોકુલધામ સોસાયટીમાં રહે છે તેમ રિયલ લાઈફમાં પણ શોની આખી ટીમને એકબીજા સાથે સારું બને છે. એકબીજાના બર્થ ડે શોની ટીમ સેટ પર જ સાથે મળીને ઉજવે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયરેક્ટર માલવ રાજદાનો ૨૭ ફેબ્રુઆરીએ જન્મદિવસ છે.
ત્યારે શોના સેટ પર જ કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. માલવની પત્ની અને રિટા રિપોર્ટરનો રોલ કરતી એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ દીકરા અરદાસ સાથે સેટ પર હાજર હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા માલવ રાજદાએ સેટ પર કેક કટિંગનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં માલવ નહીં તેનો દીકરો અરદાસ કેક કાપે છે.
કેક કાપ્યા બાદ અરદાસ જાતે જ કેક ખાઈ લે છે. તેને આમ કરતો જાેઈને શોની ટીમ હસી પડે છે. માલવ માટે સ્પેશિયલ કેક લાવવામાં આવી હતી. જેમાં ‘તારક મહેતાનું મોન્ટાજ, ક્લેપબોર્ડ, રીલ દેખાય છે. માલવ જેવું નાનકડું ઢીંગલુ પણ બે ટાયરની કેક પર બેસાડવામાં આવ્યું છે અને પાછળ ડાયરેક્ટર લખ્યું છે. આ વિડીયો શેર કરતાં માલવે લખ્યું, “અરદાસ જન્મ્યો ત્યારથી ઘરે બધી જ કેક તે જ કાપે છે.
સેટ પર મારી ટીમ સાથે મારા બર્થ ડેની કેક પણ તેણે જ કાપી. તમારા સૌના પ્રેમ માટે આભાર. પી.એસ. સુનૈના આ કવર મૂકવા પાછળનું મુખ્ય કારણ તારી ચેપી સ્માઈલ છે.”
આ પોસ્ટમાં માલવે બબીતાનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા, કોમલભાભીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકા રંજનકર, અંજલી મહેતાનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના, પોપટલાલનો રોલ કરતાં એક્ટર શ્યામ પાઠક અને પત્ની પ્રિયા આહુજાને ટેગ કરી છે. વિડીયોમાં અંબિકા, સુનૈના ફોજદાર, શ્યામ પાઠક, મુનમુન દત્તા સહિત શોની ઓફ-કેમેરા ટીમ પણ જાેવા મળી રહી છે.
આ વિડીયો પર કોમેન્ટ કરતાં સુનૈનાએ લખ્યું, “સૌથી મસ્તીખોર બાળકને જન્મદિવસની શુભેચ્છા અને હું અરદાસની વાત નથી કરતી.” ડૉ. હાથીનો રોલ કરતાં એક્ટર ર્નિમલ સોનીએ પણ મજાક કરતાં લખ્યું, “હેપી બર્થ ડે અરદાસ. માલવ અને પ્રિયાની વાત કરીએ તો, કપલે ગત નવેમ્બર મહિનામાં ફરી લગ્ન કર્યા હતા. લગ્નના ૧૦ વર્ષ થતાં માલવ અને પ્રિયાએ એનિવર્સરી પર ફરીથી લગ્ન કર્યા હતા. જેમાં શોની આખી ટીમ ઉપસ્થિત રહી હતી. મહેંદી, પીઠી અને સંગીત જેવા પ્રી-વેડિંગ ફંક્શન પણ યોજાયા હતા. માલવ અને પ્રિયાનો દીકરો અરદાસ બે વર્ષનો છે.SSS