Western Times News

Gujarati News

માલિકના મોત બાદ કૂકડાની અટકાયત, કોર્ટમાં રજૂ થશે?

નવી દિલ્હી: હૈદરાબાદઃ તેલંગણામાં એક કૂકડાને તેના માલિકની હત્યા માટે સજા પડી શકે છે. આ કેસ રાજ્યના જગતિયાલ જિલ્લાના ગોલાપલ્લીનો છે. હાલ પોલીસે કૂકડાને તેની કસ્ટડીમાં રાખ્યો છે. એટલું જ નહીં, શક્ય છે કે ગુના બદલ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે.

જાેકે, આવું પ્રથમ વખત નથી જ્યારે કોઈ કૂકડાએ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે. ગત જાન્યુઆરીમાં બે કૂકડાએ ૧૦ લોકો સાથે ત્રણ દિવસ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. આ કેસ ૨૨મી ફેબ્રુઆરીનો છે. ગોલાપલ્લી મંદિર નજીક કૂકડાની લડાઈ થવાની હતી. આ માટે પોલ્ટ્રી ફાર્મ ચલાવતા ૪૫ વર્ષીય કે.ટી. સતૈયા તૈયારી કરી રહ્યા હતા. આવી લડાઈ માટે કૂકડાને તૈયાર કરવામાં તેઓ માહેર છે.

તેઓ સવારે કામ પર આવ્યા અને કૂકડાના પગમાં ત્રણ ઇંચનું ચપ્પુ બાંધ્યું હતું. બીજા કૂકડાને ઊંચકવા માટે તેણે જેવો પહેલા કૂકડાને નીચે મૂક્યો કે પહેલો કૂકડો ચાકુ નીચે પાડવા લાગ્યો હતો. આ દરમિયાન ભૂલથી ચાકુ સતૈયાને જાંઘના ભાગે વાગી ગયું હતું.

ગોલાપલ્લી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કે જીવને જણાવ્યું કે, ચાકુ વાગી ગયા બાદ સતૈયાના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે, અણીદાર ચપ્પુએ ખૂબ ઈજા પહોંચાડી હતી. હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત થયું હતું. હૉસ્પિટલ પહોંચતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જીવન તેને ઓપન એન્ડ શટ કેસ માને છે. જે બાદમાં કૂકડાને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અમે કૂકડાના એક દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. બાદમાં તેને નજીકના પોલ્ટ્રી ફાર્મમાં મોકલી દીધો હતો. ત્યાં તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે. કૂકડાની તસવીર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જાે કોર્ટ આદેશ કરશે તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સતૈયાની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ આવી લડાઈમાં શામેલ થતો રહેતો હતો. તે દરેક લડાઈમાં ૧,૫૦૦થી ૨,૦૦૦ રૂપિયાની કમાણી કરતો હતો. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કૂકડાની લડાઈ ગેરકાયદે છે. જાેકે, ખાનગી રીતે આવી લડાઈનું આયોજન થતું રહે છે. આ લડાઈમાં એક કૂકડાને બીજા સાથે લડાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.