Western Times News

Gujarati News

માલિકીનો પુરાવો આપવામાં ફરિયાદી નિષ્ફળ જતાં ચેક રિટર્ન કેસમાં આરોપીનો છૂટકારો

બચાવ પક્ષે ઍડવોકેટ અશ્વિન જાગડિયાઍ દલીલ કરી હતી કે ફરિયાદીઍ માલ જય માં ભવાની ટ્રેડર્સને આપ્યોï છે. પરંતુ આરોપી જ આ પેઢીના માલિક હોવાનો પુરાવો રેકર્ડ પર નથી.

સુરત, ધંધાકીય વ્યવહારમાં આરોપીની માલિકીનો પૂરાવો આપવામાં ફરિયાદી નિષ્ફળ જતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં પાંડેસરાના ધવલગીરી ગોસ્વામીને નિર્દોષ ઠરાવી છોડી મુક્યો હતો. પાંચ વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે વડી અદાલતના ચુકાદાને ટાંકીને કહ્નાં હતું કે આરોપી જ્યારે ­પ્રાથમિક તબક્કે પોતાની નિર્દોષતા દર્શાવે ત્યારે પુરાવાનો બોજા ફરિયાદી ઉપર ટ્રાન્સફર થાય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી મહેશભાઇ ચંદાની ઉધના વિસ્તારમાં અનાજ કરીયાણાનો હોલસેલનો ધંધો કરતા હતા. તેમની ફરિયાદ મુજબ જય માં ભવાની ટ્રેડર્સના પ્રોપરાઇટર ધવલગીરી ગોસ્વામી (ઉ.વ.૪૦, રહે. પાંડેસરા)ને તેમણે રૂ.૨,૨૧,૬૭૧ નો માલ આપ્યો હતો.

જેની સામે ધવલગીરીઍ સાત ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા મહેશભાઇઍ અત્રેની કોર્ટમાં વર્ષ ૨૦૧૫ માં કેસ કર્યો હતો. જેમાં બચાવ પક્ષે ઍડવોકેટ અશ્વિન જાગડિયાઍ દલીલ કરી હતી કે, ફરિયાદીઍ જે બીલો કોર્ટમાં રજૂ કર્યા છે તે  જય માં ભવાની ટ્રેડર્સને આપવામાં આવ્યો છે અને આરોપી ધવલગીરી જય માં ભવાની ટ્રેડર્સના માલિક નથી.

ફરિયાદીઍ પણ જય માં ભવાની ટ્રેડર્સના માલિક ધવલગીરી હોવાનો કોઇ પુરાવો રજૂ કર્યો નથી. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ટાંકયું હતું કે, કાયદાકિય સિધ્ધાંત મુજબ ફરિયાદીઍ પોતાનો કેસ શંકાથી પર સાબિત કરવો પડે. આ કેસમાં આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવો આપવામાં ફરિયાદી નિષ્ફળ ગયેલ છે. જેથી કોર્ટે આરોપીને છોડી મુકવા હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.