માલિકે પગાર ન ચુકવતાં પુત્રને ઉઠાવી લેવાની ધમકી
અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ઘટનાઓ વચ્ચે કેટલીક કંપનીઓમાં શ્રમિકો સાથે પણ છેતરપીંડી કરવામાં આવી રહી છે ઘણી વખત માલિકો પગાર નહી ચુકવતા કર્મચારીઓ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરતા જાવા મળે છે અને આ પરિસ્થિતિમાં કયારેક શ્રમિક અંતિમ પગલુ પણ ભરી લેતો હોય છે જયારે કેટલાક કિસ્સામાં
કાયદો હાથમાં લેતો હોય છે આ ઘટના તેનું ઉદાહરણ પુરું પાડે છે. નરોડામાં ડ્રાઈવરને નોકરીમાંથી છુટો કરતાં તેણે માલિકને ફોન કરીને બિભત્સ ગાળો બોલી પુત્રને ઊઠાવી લેવાની ધમકી આપતાં ચકચાર મચી છે.
રાજુભાઈ સલોની ફાઈનાન્સની કંપની ચલાવે છે. તેમનાં ડ્રાઈવર તરીકે કામ કરતાં દિપક ભૈયાજી (રહે.પાર્વતી જાદવ હોસ્પિટલની પાછળ, નરોડા)ને કેટલાંક સમય અગાઉ રાજુભાઈએ નોકરીમાંથી છુટો કરી દીધો હતો.
ત્યાં ગત ૧૨મી તારીખે રાત્રે અગિયાર વાગ્યે દિપકે રાજુભાઈને નરોડા ગેલેક્ષી ખાતે બોલાવ્યા હતાં. જ્યાં પહોંચતા દિપકે ફરી ફોન કરી જાનથી મારવાની ધમકીઓ આપી હતી. અને પોતાનો બાકી પગાર આપી દેવા જણાવ્યું હતું. વધુમાં દિપકે રાજુભાઈને તેનં પુત્રનું અપહરણ કરવાની ધમકીઓ આપતાં તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.