માલેગાંવ-સુરત બસનો અકસ્માત, બાળકો સહિત ૨૦ લોકો ઈજાગ્રસ્ત
સુરત, ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો છે. માલેગાંવ-સુરત બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બાળકો સહિત ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે, જ્યારે ૬ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવી રહી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત ૨૦ લોકો ઘાયલ થયા છે.
નવાપુરના ચરણમલ ઘાટ નજીક બસ પલટી જતાં ૨૦ મુસાફરો ઘાયલ થયા છે.માલેગાંવ સુરત બસને આજે નવાપુર તાલુકાના ચરણમલ ઘાટમા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસમાં કુલ ૩૦ મુસાફરો સવાર હતા.
ચરણમાળ ઘાટના વળાંક પર બસની એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ હતી. આ બસ ઘાટમાં અથડાઈ હતી.બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત સર્જાયો હતો. કુલ ૨૦ મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. સ્થાનિક બોરઝર ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.SS3KP