Western Times News

Gujarati News

માલે અને માલદીવ અને કોચી દરિયાઈ માર્ગે જોડાશે

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને માલદીવ વચ્ચે દરિયાઈ માર્ગથી પ્રવાસી સેવા અને માલની અવરજવર માટેની સેવાને પ્રોત્સાહન આપવા કરેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર ભારતનાં પ્રધાનમંત્રીનાં માલદીવનાં પ્રવાસ દરમિયાન 8 જૂન, 2019નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

માલદીવનાં વિકાસમાં ભારત અગ્રણી ભાગીદાર છે. ભારતે માલદીવમાં અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સ્થાપિત કરી છે. અત્યારે ભારતે વેપાર માટે માલદીવને લાંબા ગાળાની અને રિવોલ્વિંગ ક્રેડિટ સહિત 100 મિલિયન અમેરિકન ડોલરની સ્ટેન્ડ બાય ક્રેડિટ ફેસિલિટી (એસસીએફ) આપી છે.

માલે માલદીવની રાજધાની છે અને એનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું મહાનગર છે. વળી માલદીવનું કુલહુધુફુસી સૌથી વધુ જનસંખ્યા ધરાવતું એનું ત્રીજું મહાનગર છે, જેનાથી બંને દેશોનાં પર્યટકોની સાથે સાથે માલની અવજવર માટે કોચીથી ફેરી સેવાઓ શરૂ કરવાની સારી સંભાવનાઓ છે. માલે અને કોચી વચ્ચે 708 કિલોમીટરનું અને માલે અને કુલહુધુફુસી વચ્ચે 509 કિલોમીટરનું અંતર છે.

કુલહુધુફુસી અને એની આસપાસ માલદીવનાં ઉત્તરનાં ટાપુ વિસ્તારોમાં મુખ્યત્વે લોકો વસે છે. અહીં મોટી સંખ્યામાં રિસોર્ટ્સ બન્યાં છે, જે ભારતીય લોકો માટે સંભવિત પર્યટનસ્થળ બની શકે છે. અત્યારે સંપર્ક સુવિધાઓમાં માલે માટે વિમાન અને રિસોર્ટ્સ માટે સી પ્લેનોની સેવાઓ સામેલ છે, જે મોંઘા વિકલ્પો છે. બીજી તરફ, દરિયાઈ માર્ગથી કોચી સાથે સંપર્ક સુવિધા સ્થાપિત થવાથી બંને દેશો વચ્ચે, ખાસ કરીને ભારત માટે હેલ્થ અને પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે. માલદીવનાં ઘણાં લોકો શૈક્ષણિક ઉદ્દેશો પાર પાડવા માટે કેરળ અને દક્ષિણ ભારતનાં અન્ય મહાનગરોનો પ્રવાસ કરે છે.

બંને દેશો વચ્ચે દરિયાઈ માર્ગથી પ્રવાસી અને માલની અવજવરનાં ક્ષેત્રમાં સંભવિત તકોનો લાભ ઉઠાવવાની દ્રષ્ટિએ માલદીવ સાથે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. પ્રસ્તાવિત ફેરી સેવાઓથી બંને દેશોનાં લોકો વચ્ચે સંપર્ધ વધવાથી બંને દેશો વચ્ચે વેપારને પણ પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.