માલ્યાના પ્રત્યર્પણમાં વિલંબનું કારણ સરકારને ખબર નથી
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ કારોબારી વિજય માલ્યાના મામલામાં સુનાવણી થઇ તેના પર વિદેશ મંત્રાલયે અદાલતને જણાવ્યું કે ભાગેડુ કારોબારીના પ્રત્યર્પણનો આદેશ યુનાઇટેડ કિંગડમની સુપ્રીમ કોર્ટે આપ્યા હતાં પરંતુ તેની કોઇ અસર થઇ નથી કેન્દ્રનું કહેવુ છે કે તેને બ્રિટેનમાં ચાલી રહેલ ગુપ્ત કાર્યવાહીની માહિતી નથી જેના કારણે માલ્યાના પ્રત્યર્પણમાં વિલંબ થઇ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ભાગેડુ કારોબારી માલ્યાના વકીલોને કહ્યું કે તે બે નવેમ્બર સુધી બતાવે કે માલ્યા કયારે અદાલતની સમક્ષ હાજર થઇ શકે છે અને ગોપનીય કાર્યવાહી કયારે સમાપ્ત થશે.HS