માલ્યા સહિતના ભાગેડુઓની ઈડીએ અબજાેની સંપત્તિ જપ્ત કરી
નવીદિલ્હી: ઇડીએ બેન્કિંગ ફ્રોડ કરીને દેશથી ફરાર થઈ ચૂકેલા વિજય માલ્યા , મેહુલ ચોક્સી અને નીરવ મોદીની જપ્ત કરેલ સંપતિમાંથી ૯૩૭૧ કરોડ રૂપિયા સરકારી બેન્કો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ભારતમાં બેંકોનું સૌથી મોટું કૌભાંડ કરનાર પર લીધેલ એક્શનની અસર જાેવા મળી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ઈડ્ઢએ બેંકોનું કૌભાંડના મામલે દેશમાંથી ફરાર થઈ ચૂકેલા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિમાંથી જપ્ત કરેલ ૯૩૭૧ કરોડ રૂપિયા સરકારી બેન્કો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વધુમાં ઈડીએ જાણકારી આપતા કહ્યું કે સરકારી બેંકોને ૮૪૪૧.૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ઈડીના કહ્યા મુજબ એજન્સીએ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા ભાગેડુને કુલ ૧૮૧૭૦ કરોડની સંપત્તિ સીલ કરી છે. આ રકમ બેંકોને થયેલા નુકશાનથી લગભગ ૮૦.૪૫ ટકા છે. પીએમએલએના કહ્યા મુજબ સીલ કરેલ બધી જ સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો પબ્લિક સેન્ટરણી બેંકો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ રકમ ૯૩૭૧ કરોડ રૂપિયા છે. જેના કારણે થયેલા નુકસાનની થોડી રકમ ચૂકવી છે.
તમને જણાવી દઈએ કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મળીને સરકારી બેંકો સાથે કુલ ૨૨,૮૫૮.૮૩ કરોડનું ફ્રોડ કર્યું હતું. ઈડીએ એક્શન લેતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેણદેણની તપાસ કરી અરબો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.તપાસમાં એ પણ વાત સામે આવી છે કે આ ત્રણેય આરોપીઓ દ્વારા કંટ્રોલ કરવામાં આવતી ડમી સંસ્થાઓનો વારંવાર ઉપયોગ કરીને બેંકો દ્વારા આપવામાં આવેલ ફંડનો દૂરઉપયોગ કર્યો. આ ત્રણેયની કુલ ૧૮૧૭૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ નુકશાનમના કુલ ૮૦.૪૫ ટકા છે. જપ્ત કરવામાં આવેલ સંપત્તિમાંથી ૯૬૯ કરોડના એસેટ વિદેશમાં છે.