માસ્કના દંડ માટે ટ્રક-ટ્રેલર ઉભું રાખ્યું અંદરથી ૫૩ હજારનો દારૂ મળ્યો : મોડાસા રૂરલ પોલીસને જોઈ ચાલક-ક્લીનર ભાગી છૂટ્યા
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો બુટલેગરો ફાયદો ઉઠાવી રહ્યા છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસે હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ફેલાતી અટકાવવા વાહનચાલકોને માસ્ક ફરજીયાત પહેરવાની અમલવારી કરાવી રહી છે
ત્યારે રાજેન્દ્ર નગર ચોકડી નજીક રાજસ્થાન તરફથી આવતા માસ્ક પહેર્યા વગરના વાહનચાલકોને દંડની કાર્યવાહી હાથધરી હતી શામળાજી તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરના ચાલક-ક્લીનરે માસ્ક પહેર્યું ન હોવાથી દંડ કરવા અટકાવવા જતા ટ્રક-ટ્રેલરના ચાલકે ટ્રેલર દોડવી મૂકી આગળ રોડ પર ઉભું રાખી ટ્રેલર ચાલક-ક્લીનર ઝાડી ઝાંખરામાં થઈ ભાગી જતા પોલીસે ટ્રક-ટ્રેલરમાં તલાસી લેતા કેબિનમાં સંતાડેલ ૫૩ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા રૂરલ પીઆઇ એસ.એન.પટેલ અને તેમની ટીમે રાજેન્દ્ર નગર ચોકડી ખાતે શામળાજી તરફથી આવતાં વાહનોનું માસ્ક ન પહેર્યા હોય તેવા વ્યક્તિઓનું ચેકીંગ કરી દંડાત્મક કાર્યવાહી હાથધરી હતી તે દરમિયાન શામળાજી તરફથી આવી રહેલ ટ્રક ટ્રેઈલરના ડ્રાઈવર ક્લીનરે માસ્ક પહેરેલ ન હોવાથી દંડ કરવા માટે અને ટ્રક-ટ્રેલર સાઈડમાં લેવાનો ઈશારો કરતાં ટ્રક ચાલકે ગાડી ઉભી નહીં રાખી હિંમતનગર રોડ પર તરફ હંકારી મૂકી હતી
અને આગળ જઈ ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી ખેતરોમાં ઝાડી ઝાંખરા પાછળ થઈને ભાગી ગયા હતા જેથી શંકા જતાં પોલીસે ટ્રક-કન્ટેનર ચેક કરતાં તેમાં માર્બલ ચીપ્સ ભરેલી હતી. ગાડીની કેબીનના માંથી સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ કિંમત રૂપિયા ૫૩૪૦૦ /- નો જથ્થો જપ્ત કરી ટ્રક ટ્રેલર કીં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૧૦૫૩૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક-કન્ટેનર ચાલક-ક્લીનર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા