Western Times News

Gujarati News

માસ્કના નામે દુકાનદારોથી તોડ કરતો હોમગાર્ડનો જવાન જબ્બે

રજા લઈ યુનિફોર્મ પહેરીને ઊઘરાણા કરતા ભરાયો-સુરતના ગોડાદરાની દુકાનોમાં જઈ તોડ કરનારને લોકોએ ઝડપીને મેથી પાક આપી પોલીસને સોંપી દેવામાં આવ્યો

સુરત,  સુરતમાં ગોડાદરાની દુકાનોમાં જઇ માસ્કના નામે દમદાટી આપી દંડનીય કાર્યવાહીની આડમાં તોડ કરતો હોમગાર્ડ પકડાયો હતો. હાથના ઓપરેશનના બહાને રજા પર ઉતરી સાગર ખેરનાર યુનિફોર્મ પહેરી દુકાનોમાં જઇ ઉઘરાણા કરતા ભેરવાયો હતો. સ્થાનિક લોકોએ પકડી પાડી બરાબરને પાઠ ભણાવી ગોડાદરા પોલીસને સોંપી દીધો હતો.

મળતી વિગતો પ્રમાણે ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી દુકાનોમાં માસ્કના દંડના નામે ઉઘરાણા કરતા હોમગાર્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાગર ખેરનાર નામના હોમગાર્ડની ખટોદરા પોલીસમાં ડયુટી છે. હાથના ઓપરેશનના બહાને તે હાલ ૧૫ દિવસની રજા પર છે.

જાેકે, રજા પર હોવા છતાં યુનિફોર્મ પહેરી તે ઉઘરાણા કરી રહ્યો છે. દુકાનોમાં જઇ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ અને ગ્રાહકોએ માસ્ક પહેર્યુ નથી એવા નિયમો બતાવી દંડનીય કાર્યવાહી કરે છે. દુકાનદારોને કેસ કરવાની ધમકી આપ્યા બાદ ૨-૫ હજારનો દંડ ફટકારતો હતો. સાગર પાસે કોઇ રસીદ બુક નથી અને તે દંડ વસૂલ્યા બાદ રસીદ પણ આપતો ન હતો. માત્ર એક બુકમાં દેખાડા ખાતર નોંધ કરતો હતો.

દરમિયાન સ્થાનિક દુકાનદારોને શક જતા ખરાઇ કરતા આખરે ભાંડો ફૂટી ગયો હતો. તોડ કરતા હોમગાર્ડ સાગર ખેરનારે હાથ જાેડી દુકાનદારોની માફી પણ માંગી હતી. આખરે સમગ્ર મામલો ગોડાદરા પોલીસમાં પહોંચ્યો હતો. લોકોએ હોમગાર્ડને પોલીસને હવાલે કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.