માસ્કનું ઉલ્લંઘન કરતા ૮૦૫ કેસ નોંધાયા
અમદાવાદ, સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ નોંધાયા હતા, જે ૫ જુલાઈએ ૨,૬૬૮ હતા. શહેર પોલીસના આંકડાઓ પ્રમાણે, પોલીસકર્મીઓએ પોતાનું ધ્યાન રથયાત્રા પર કેન્દ્રિત કરતાં શનિવારે માસ્ક ઉલ્લંઘનના ગુનાઓમાં ૫ જુલાઈના સરખામણીમાં ૭૦ ટકાનો ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે શ્રદ્ધાળુઓને રથયાત્રામાં ભાગ લેવાની મંજૂરી નથી. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તહેવાર દરમિયાન પણ માસ્ક ઉલ્લંઘનના કેસમાં ઘટાડો નોંધાયો હતો. આવી જ સ્થિતિ ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ જાેવા મળી હતી.