માસ્કને કાયદાકીય રીતે ફરજિયાત બનાવનારૂં રાજસ્થાન પ્રથમ રાજ્ય
નવી દિલ્હી, રાજસ્થાનની અશોક ગહલોત સરકાર કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં ખૂબ જ સખતાઈ અપનાવી રહી છે. રાજ્યમાં ફટાકડા અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કર્યા બાદ હવે ત્યાં માસ્કને કાયદાકીય રીતે જરૂરી બનાવવાની કયાવત શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારના રોજ ટ્વીટ કરીને જણાવ્યું કે તેમની સરકાર આજથી જ કાયદો બનાવીને માસ્કને ફરજિયાત કરવા જઈ રહી છે.
અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું કે, દેશભરમાં કોરોનાથી બચવના માટે માસ્કની જરૂરિયાતના ધ્યાનમાં રાખીને માસ્કને ફરજિયાત બનાવવા માટેનો કાયદો ઘડનાર રાજસ્થાન પહેલું રાજ્ય હશે, કારણ કે કોરોનાથી બચવા માટે માસ્ક એ જ રસી છે અને એ જ આપણને કોરોનાના સંક્રમણમાંથી બચાવશે. રાજ્યમાં ચાલી રહેલા કોરોના વિરુદ્ધ જનાંદોલન સાથે જ સરકાર આજે કાયદો બનાવીને માસ્કને ફરજિયાત કરવા જઈ રહી છે.
જેનો અર્થ થાય છે કે સોમવારથી રાજસ્થાનામં બધા જ લોકોએ માસ્ક પહેરવું તે ફરજિયાત થઈ ગયું છે. આવો કાયદો બનાવનાર રાજસ્થાન એ પહેલું રાજ્ય છે. નોંધનીય છે કે આ અગાઉ અશોક ગહલોતની સરકારે આ દીવાળી પર આતિશબાજી પર પ્રતિબંધ લગાવ્યો હોવાની પણ જાહેરાત કરી ચૂકી છે. અશોક ગેહલોતે સોમવારના રોજ અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકારે ફટાકડાના નિર્માણ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે કોરોના વાયરસના દર્દીઓ અને જનતાને ફટાકડામાંથી નિકળતા ધુમાડામાંથી બચવા માટે ફટાકડાના વેચાણ અને તેને ફોડવા પર રોક લગાવવાનો ર્નિણયલ લીધો છે. કોરોના મહામારીના આ પડકારજનક સમયમાં રાજ્યની જનતાની રક્ષા કરવી એ જ સરકાર માટે સર્વોપરિ છે.SSS