Western Times News

Gujarati News

માસ્કનો દંડ ઘટાડવા સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે

Files Photo

અમદાવાદ: દુનિયાભરમાં વ્યાપેલીકોરોનાની મહામારીમાં માસ્ક સૌથી મહત્વનું મનાય છે, આવામાં ગુજરાતમાં માસ્કના દંડમાં ૫૦%નો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવશે, એટલે કે માસ્કના દંડને ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ રુપિયા કરવા અંગે હાઈકોર્ટને અનુરોધ કરવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણી સંબંધિત વિભાગોને સૂચના આપી છે. કોરોનાની મહામારીમાં નાગરિકો નિયમોનું પાલન કરે તે માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવામાં કામના સ્થળ પર અને ઘરની બહાર નીકળીને માસ્ક ફરજિયાત પહેરવા માટેનો નિયમ લાગુ કરાયો છે. જેમાં જાે વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો ૧૦૦૦ રુપિયા દંડ વસૂલવામાં આવે છે

નાકથી નીચે માસ્ક હોય તો ૨૦૦ રુપિયાના દંડની જાેગવાઈ કરાઈ છે. આવામાં માસ્કના ૧૦૦૦ રુપિયા દંડમાં ક્યારેક ગરીબ વ્યક્તિ સપડાઈ જતા તેમને મોટો આર્થિક ફટકો પડતો હોય છે આ સિવાય સોશિયલ મીડિયા પર પણ માસ્કના દંડની કિંમત વધુ હોવાની અનેક પોસ્ટ થતી રહે છે. આવામાં ઘણી વખત દંડ બાબતે પોલીસ અને નાગરિકો વચ્ચે માહોલ ગરમ થવાના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે. કોરોનાની બીજી લહેરના કપરા સમય દરમિયાન લોકોએ સ્વૈચ્છાએ સ્વચ્છતા અને સુરક્ષાનું પાલન કરવાનું શરુ કર્યું છે.

આમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે રુપાણી સરકારના આદેશ પર સંબંધિત વિભાગોને હાઈકોર્ટમાં દંડની રકમ ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ કરવામાં આવે તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરવા માટે જણાવ્યું છે. ગુજરાતમાં સોમવારે સાંજે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં ૧૫૧ નવા સંક્રમણ નોંધાયા છે. દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થતા ૨૪ કલાકમાં ૨ દર્દીઓના મોત થતા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ ૨ દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦૦૩૪ પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮,૦૬,૮૧૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રિકવરી રેટ ૯૮.૦૯ ટકા જેટલો છે. કુલ એક્ટિવ કેસો ૫૬૩૯ છે જેમાં ૧૧૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૫૫૨૬ દર્દીઓ સ્ટેબલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.