માસ્ક નહી પહેરીને અમદાવાદીઓએ ત્રણ મહિનામાં દંડના ર.૭૪ કરોડ ચૂકવ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ડોકટર-નર્સ, તથા પેરામેડીકલ સ્ટાફ સહિત લાખો લોકો કોરોના સાથેનો જંગ જીતવા ભરપૂર જાેખમ ખેડી કોવિડ-૧૯ સાથે નાગરીકો માટે સેવા આપી રહયા છે. ત્યારે લોકોને તો તેની ફિકર જ નથી. બેફિકર લોકો જાણે કે કોરોનાને સહજતાથી લઈ રહયા છે.
સરકારી ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને જાણે કે મોટો જંગ જીત્યો હોય તેવું વર્તન કરે છે. પોલીસ તો જાણે કે મોટા શહેનશાહ હોય તેવું વર્તન કરે છે. માસ્ક નહી પહેરવા અનેક બહાના આગળ ધરે છે. પોલીસ-કોર્પોરેશન દંડનાત્મક-કાર્યવાહી કરે તો તેમને ગમતું નથી અને બાખડી પડે છે. ઉધ્ધતાઈપૂર્વક વર્તન કરે છે. માસ્ક પ્રજાના હીત માટે છે.
તેવું સમજતા નથી. પાછલા ત્રણ મહિનામાં કોર્પોરેશનનંત્રએ ૮૪,પ૩૬ લોકોને જાહેરમાં માસ્ક નહી પહેરવા બદલ પકડયા હતા. અને તેમની પાસેથી અંદાજે ૧.૧૩ કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. તેવી જ રીતે અમદાવાદ પોલીસે જુન-૧૮ થી જુલાઈ-૧૧ ની વચ્ચે ૮૦,પ૩૬ વ્યકિતઓ પાસેથી રૂા.૧,૬૧,૭૦૦૦ રૂપિયા દંડ પેટે વસુલ કર્યા હતા. આમ અમદાવાદીઓએ પાછલા ત્રણ મહિનામાં માસ્ક નહી પહેરીને દંડ પેટે લગભગ રૂા.ર.૭૪ રૂપિયા ચુકવવા પડા છે.આશ્રર્યની વાત એ છે કે અમદાવાદમાં કોરોના ખતરનાક રીતે લોકોને પોતાના સકંજામાં જકડી રહયો છે. કેસો વધી રહયા છે. માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહયા છે. ત્યારે આવી સ્થિતિમાં માસ્ક નહી પહેરીને લોકો શું બતાવવા માંગે છે ? ?
લોકો કાયદાનું પાલન કરે તે માટે કોર્પોરેશને ૧પ૧ ટીમોને મેદાનમાં ઉતારી છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધારે દંડની રકમ પશ્ચિમઝોનમાંથી વસુલાઈ છે. જેનો આંકડો રૂા.ર૦.૧૯ લાખ જેટલો છે. આ ઝોનમાં નારણપુરા, નવરંગપુરા, વાસણા, ચાંદખેડા, પાલડી, વાડજ, રાણીપ, આંબાવાડી, સાબરમતી, મોટેરા નો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હાલમાં સક્રિય કોવિડ-૧૯ના કેસો વધારે જાેવા મળ્યા છે.
ત્યારપછી ઈસ્ટઝોનનો સમાવેશ થાય છે. જેમાં બાપુનગર, અમરાઈવાડી,નીકોલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર સહીતના વિસ્તારોનો સમાવેશ થાય છે.૧૭.ર૧ લાખ રૂપિયા દંડ પેટે લોકો પાસેથી મેળવ્યો છે.