હાઇકોર્ટની રાજ્ય સરકારને ટકોર : માસ્ક ન પહેરનારને 1,000 રૂપિયા સુધી દંડ કરો
અમદાવાદ : આજ રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે થયેલી અલગ-અલગ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના સંક્રમણ બાબતે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારને સીધી ટકોર કરતા કહ્યું હતું કે, માસ્ક ન પહેરતા લોકોને 1000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવે. આ બાબત લોકહિત સાથે જોડાયેલી છે આથી કોઈ શું કહેશે તેની ચિંતા કરવાની જરૂર નથી. હાઇકોર્ટે વધુ ટકોર કરતા કહ્યુ હતુ કે, અમદવાદ શહેરમાં બહારથી આવતા લોકોને રોકવામાં આવે અને તેમનો સ્થળ પર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવે.