માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલાતની સત્તા કોની પાસે ?
સરકારના પરિપત્ર મુજબ પોલીસ વિભાગ જ દંડ વસુલ કરી શકે છે
(દેવેન્દ્રશાહ અમદાવાદ) : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ તે સમયથી મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના નિયમો જાહેરાત થઈ છે જે પૈકી કેટલાક નિયમો અત્યંત વિચિત્ર પણ રહ્યા છે ત્યારે અમુક નિયમો જાહેર કર્યા બાદ તેમા બદલાવ કરવાની પણ ફરજ પડી છે મ્યુનિ. કોર્પોરેટતંત્ર બે દિવસ અગાઉ માસ્ક ન પહેરવા બદલ દંડની રકમમાં વધારો કરવા તથા પાનના ગલ્લા બાબતે નવા નિયમ નક્કી કર્યા છે.
સચિવ દ્વારા જાહેર કરવામાં આ બંને નિયમો થોડા ઘણા વિવાદાસ્પદ બની રહ્યા છે માસ્ક ન પહેરવા બદલે દંડ લેવાની સત્તા મ્યુનિ. કોર્પોરેશન છે કે કેમ ? તે ચર્ચા નો વિષય બન્યો છે જ્યારે પાનના ગલ્લા મામલે વિપક્ષીનેતા એ વિરોધ નોધાવ્યો છે. રાજ્યના અધિક સચિવ ડો. રાજીવ ગુપ્તાએ ૧૩ જુલાઈએ માસ્ક ન પહેરવા તેમજ જાહેરમાં થુંકવા માટે દંડની રકમ રૂ ૨૦૦થી વધારીને રૂ ૫૦૦ કરવા તથા પાનના ગલ્લા પાસે કોઈ થુક્તા પકડાયતો ગલ્લાવાળાને રૂ દસ હજાર નો દંડ કરવાની જાહેરાત કરી હતી માસ્ક ન પહેરવા બદલ મનપા દંડ વસુલ કરી શકે છે નહી તે તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુત્રો એ જણાવ્યા રાજ્ય સરકારે માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલ કરવાની સત્તા પોલીસ વિભાગને જ આપી છે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ૧૩ જુન ના રોજ પરિપત્ર જાહેર કર્યા હતો જેમા સ્પષ્ટ ઉલ્લેખન કરવામા આવ્યો હતો કે માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલ કરવાની કાર્યવાહી મ્યુનિ. કમિશનર કલેક્ટર નગરપાલિકા કરે છે.
તેના બદલે ૧૩ જુલાઈથી આ દંડ વસુલ કરવાની સતા પોલીસ કમીશ્રર અને જિલ્લા પોલીસ વડાને તેમના હકુમત હેઠળના વિસ્તાર માટે આપવામા આવે છે આમ પરિપત્રમાં મ્યુનિ. કોર્પોરેશન માસ્ક નો દંડ વસુલ નહી કરે તેવી સ્વચ્છ જાેગવાઈ છે તેમ છતા મનપા દ્વારા માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે ચોકાવનાર બાબત એ છે કે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા રૂ ૨૦૦નો દંડ લેવામાં આવે છે જ્યારે મ્યુનિ. કોર્પોરેશન રૂ ૫૦૦ વસુલ કરે છે રાજ્ય સરકારે માસ્ક ન પહેરવા બદલ દંડની રકમમાં વધારો કરવા માટે કોઈ પરિપત્ર કર્યો નથી તેમ સુત્રો એ વધુમાં જણાવ્યુ હતુ.
રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ મનપા દ્વારા માસ્ક ન પહેરવા બદલ દંડ લેવામા આવી રહ્યો છે તેમજ તેમા વધારો પણ કરવામા આવ્યો આવ્યો છે મ્યુનિ. કોર્પોરેશન દંડની રકમમાં વધારો કર્યા બાદ માત્ર એક જ દિવસમાં રૂ ૧.૬૯ લાખનો દંડ વસુલ કર્યા હતા. ત્યારે ૧૩ જુલાઈએ નિયમની જાહેરાત બાદ તરત કાર્યવાહી શરૂ કરીને રૂ ૨.૫૬ લાખ દંડની વસુલાત કરી હતી ત્યારે પાનના ગલ્લાવાળાઓ પર સોલેડ વેસ્ટ વિભાગની ટીમમ અચાનક ત્રાટકી હતી તથા નિયમની જાહેરાત બાદ ગણત્રીના કલાકોમાં જ ૩૭૬ ગલ્લા સીલ કરી રૂ એક લાખનો દંડ વસુલ કર્યા હતો.
જ્યારે ૧૪ જુલાઈએ રૂ ૮૪,૯૦૦ની રકમ વસુલ કરી હતી મ્યુનિ. કોર્પોરેશનના વિચિત્ર નિયમના કારણે પાનના ગલ્લાવાળાઓ સ્વૈચ્છિક બંધ નો અમલ શરૂ કર્યો હતો આ નિયમને વિચિત્ર એટલા માટે કહી શકાય કે પાનની દુકાન બંધ હોય તેવા સમયે કોઈ વ્યક્તિ ગલ્લા પાસે પાનની પિચકારી લગાવી જાય તો દુકાન ખોલવામા આવે તે સાથે જ ગલ્લાવાળા પાસે રૂ દસ હજારનો દંડ આપવાનો રહે છે.
પાનના ગલ્લા સામે કડક કાર્યવાહીની જરૂર છે પરતુ નિયમો એવા બનાવામાં આવે છે કે જેના કારણે નિર્દોષ વ્યક્તિને નુકશાન ન થાય તેથી નિયમમાં થોડા બદલાવ કરીને જાહેરમાં પાન મસાલા ખાનારા વ્યક્તિ પાસે થી દંડની વસુલાત કરવામા આવે વધુ તેવા નિયમ બનાવવાની જરૂર છે ત્રણ મહીના બાદ માંડ માડ ધંધા શરૂ થયા છે. તેવામાં સમયે દૈનિક રૂ પ૦૦ની કમાણી થતી હોય ત્યારે રૂ દસ હજાર નો દંડ વસુલ કરવો હિતાવહ નથી તેના બદલે જાહેરમાં પાન મસાલા ખાવા પર જ પ્રતિબંધ મુકવો જરૂરી છે દેશમા ઘણા વર્ષોથી શહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે તેમજ ચુસ્ત અમલ પણ થઈ રહ્યો છે ત્યારે ધ્રુમ્રપાન ની સાથે સાથે પાન મસાલા ઉપર પણ પ્રતિબંધ મુકવો જરૂરી બને છે.
મ્યુનિ. વિપક્ષી નેતા દિનેશ શર્મા એ પણ આ નિયમને ગણાવ્યો છે તેમના જણાવ્યા મુજબ “પાડા ના વાંકેે પખાલી ને ડામ” જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે પાનની દુકાનવાળા આતંકવાદી હોય તેવા વ્યવહાર તેમની સાથે થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન આત્મનિર્ભર પર ભાર મુકી રહ્યા છે ત્યારે મ્યુનિ. શાસકપક્ષની રહીય નજરે અધિકારીઓ મનસ્વી અધિકારીઓ મનસ્વી નિર્ણય લઈ રહ્યા છે તેથી જાે આ નિયમ પરત લેવામા નહી આવે તેમજ સીલ કરવામાં આવેલા યુનિટો ખોલવામાં નહી આવે તો મ્યુનિ. તંત્રની સામે મોચા ધારણા દેવામાં કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિ. હોદ્દેદારોની રહેશે તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ.