માસ્ક ન પહેરવા બદલ પાનના ગલ્લાવાળા પાસે દસ હજાર દંડ લેવાશે : નાગરિકો પાસે 500 વસુલ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/05/PanMasala-scaled-e1642398002128.jpg)
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ, અમદાવાદમાં કોરોનાને નિયંત્રણ માં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેના કારણે જુલાઈ માસમાં કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં કોરોના નિયંત્રિત રહે તેમજ કેસની સંખ્યામાં વધારો ન થાય તે આશયથી જાહેરમાં થુંકનાર અને માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત દંડની રકમમાં વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
અધિક સચિવ ડો. રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોરોનાનો વ્યાપ રોકવા ચર્ચા- વિચારણા થઈ હતી. જેમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા માટે હાલ રૂપિયા 200 દંડ લેવામાં આવે છે જે વધારીને રૂપિયા 500 કરવામાં આવ્યો છે. જયારે પાનના ગલ્લાવાળા માસ્ક ન પહેરે તો રૂપિયા 10,000/ નો દંડ લેવાની જાહેરાત કરવામાં આવી છે. શહેર પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અત્યાર સુધી 1.74 લાખ નાગરિકો પાસેથી દંડની વસુલાત કરી છે. જયારે જુલાઈ મહિનામાં 94 એકમ સીલ કરવામાં આવ્યા છે.