માસ્ક પહેર્યા બાદ વારંવાર ન અડવાની નિષ્ણાતોની સલાહ
નવી દિલ્હી: ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી પણ વધુ કેસ સામે આવ્યા છે. એક તરફ સરકાર લોકોને વેક્સીન લગાવવા માટે દબાણ કરી રહી છે, તો બીજી તરફ કોરોનાના કેસ ગયા વર્ષ કરતા ડબલ ઝડપથી વધી રહ્યા છે. માસ્ક પહેરતા સમયે કઈ ભૂલો ન કરવી જાેઈએ તે જાણી લો. કેટલાક લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ તેમને માસ્ક પહેરવાનું સાચું જ્ઞાન નથી. આજ કારણથી લોકો કંઈક એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ એમને જ ભોગવવું પડે છે.
માસ્ક પહેરતા સમયે કઈ ૫ ભૂલો ભારે પડી શકે છે તે અમે તમને જણાવીશું. તમે ગણી વખત લોકોને જાેયા હશે કે તે માસ્ક પહેર્યા પછી માસ્કને વારંવાર અડ્યા કરે છે. ક્યારેક નાક પરથી તો ક્યારેક મોં પરથી માસ્કને સેટ કર્યા કરતા હોય છે આ સૌથી મોટી ભૂલ છે. માસ્કના બહારના ભાગ પર સંક્રમણના વાયરસ હોઈ શકે છે જેથી માસ્કને વારંવાર અડવું જાેઈએ નહીં. માસ્કને વારંવાર ઉતારીને વારંવાર પહેરવું જાેઈએ નહીં કેમકે માસ્કને ઉતારીને એવી જગ્યાએ મુકવામાં આવ્યું કે જ્યાં સંક્રમણ છે અને માસ્કને ફરી પહેરવાથી સંક્રમણ નાક અને મોંઢાના મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.
કેટલાક લોકોને તમે જાેયા હશે કે જે માસ્ક પહેરીને મોં તો ઢાંકી દે છે પણ તેમનું નાક ખુલ્લું રહે છે. અમેરિકાની સીડીસીની માનીએ તો તમારે એવી રીતે માસ્ક પહેરવું જાેઈએ જેનાથી તમારા નાકની સાથે મોં અને દાઢીનો ભાગ પણ ઢંકાયેલો રહે. માસ્ક એવું પહેરવું જાેઈએ જે તમારા ચહેરા પર સારી રીતે ફીટ બેસતું હોય કોઈ પ્રકારની જગ્યા ન રહેવી જાેઈએ. આ રીતે માસ્ક પહેરવામાં ન આવેતો સંક્રમણ થઈ શકે છે.
માસ્ક ઉતાર્યા બાદ કે પહેર્યા બાદ તમારે તમારા હાથ સાબુથી ધોવા જાેઈએ અથવા તો સેનિટાઈઝ કરવા જાેઈએ. હાથ ધોઈને માસ્કને અડવાથી કોઈ પણ જાતનો વાયરસ આપણા હાથ દ્વારા માસ્કને લાગતો નથી. માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી પણ સાફ સફાઈવાળું માસ્ક પહેરવું પણ જરૂરી છે. જાે તમે એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવતું ડિસ્પોઝેબલ માસ્ક યુઝ કરતા હોવ તો વાંધો નથી પરંતુ જાે રિયૂઝવાળા માસ્ક પહેરતા હોવ તો માસ્કને ગરમ પાણીમાં ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરી તડકામાં સુકવવું જાેઈએ. ધોયા વગર વારંવાર માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનો ભય વધારે રહે છે.
ગરમીમાં પરેસાવાને કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી માસ્ક પરસેવાથી ભીનું થઈ જાય છે. જાે માસ્ક ભીનું થઈ જાય તો તરત જ તેને બદલી નાખવું જાેઈએ. ડબલ્યુએચઓની પણ એજ સલાહ છે કે ભીનું માસ્ક તમને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક નથી.